સાબરકાઠા જિલ્લાના ઈડર થી અરવલ્લી જિલ્લાના શામળાજી સુધી, રોડ બનવા જઈ રહ્યો છે. આ વચ્ચે ભિલોડા તાલુકાના લીલછા, ખલવાડ, મોહનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી બાયપાસ રોડ પસાર થવાનો છે, જેને લઇને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી. સર્વે કરવા માટે નેશનલ હાઈવે ની ટીમ આવતા, લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ગ્રામજનોનું કહેવું છે કે, વર્તમાન રોડ છે, ત્યાંજ રોડ બનાવવો જોઈએ, બાયપાસ રોડ બનવાથી, તેઓની જમીન છીનવાઈ જશે, ગ્રામજનો કોઈપણ ભોગે જમીન આપવા તૈયાર નથી. આ અંગે તંત્રના અધિકારીઓનું કહેવું છે કે, ભારત સરકારની મંજૂર થયેલી એલાયમેન્ટ મુજબ તેઓ, સર્વે માટે આવ્યા છે, જોકે ગ્રામજનોનો વિરોધ છે.
બાયપાસ રોડને લઇને સર્વેની ટીમ આવતા, રાજકીય ગરમાવો પણ આવી ગયો છે. આદિવાસી નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના આદિજાતિ વિભાગના ચેરમેન રાજેન્દ્ર પારઘી પણ વિરોધમાં જોડાયા હતા, તેમણે જણાવ્યું કે, કોઈપણ સંજોગોમાં તેઓ બાયપાસ રોડ બનવા દેવાના નથી. રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બાબતે ફેર વિચારણા કરવી જોઈએ.
હાલ, તો ગ્રામજનો કોઈપણ સંજોગોમાં જમીન આપવા દેવા તૈયાર નથી, જેને લઇને લોકોએ આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો,, આગામી દિવસોમાં બાયપાસ રોડની કામગીરી આગળ વધે છે કે, પછી ગ્રામજનોનો વિરોધ, તે જોવું રહ્યું.





