32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં નેતાઓ બન્યા મતલબી, જનપ્રતિનિધિ બની જતાં હવે ‘અલોપ’, માલપુરમાં મહિલાઓના...

અરવલ્લી જિલ્લામાં નેતાઓ બન્યા મતલબી, જનપ્રતિનિધિ બની જતાં હવે ‘અલોપ’, માલપુરમાં મહિલાઓના વાત સાંભળવો કોઈ ફરક્યું નહીં

0
143

રવિવારે ટીવી સામે મન કી વાત સાંભળવા ગોઠવાઈ જતાં નેતાઓ ક્યાં ગયા?
સાચી રીતે મન ની વાત તો આવી મહિલાઓની સાંભળવી જોઈએ

ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતનમાં સમર્થનમાં ભારે વિરોધ થયો. સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લાલજી ભગતે, દિલ્હીની દંડવત શરૂ કરી છે, જેને લઇને મહિલાઓએ અરવલ્લીના માલપુરમાં ભારે સુત્રોચ્ચાર કર્યા. માલપુર ખાતે મહિલાઓએ મોડાસા-ગોધરા હાઈવે પર મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો. 1 જાન્યુઆરથી 2025 થી ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ, લાલજી ભગતે, દિલ્હી સુધી દંડવત યાત્રા શરૂ કરી છે, જોકે તંત્ર કે, નેતાઓના પેટનું પાણી પણ નથી હલતું. ચૂંટણી સમયે હરખપદુડી થઈને દોટ લગાવતા, તેનાઓ આવા સમયે ક્યાં ખોવાઈ જાય છે, તે સવાલ છે. 21 દિવસ થવા છતાં, સફાઈકામદારોના હિતમાં કોઈ ચર્ચા નહીં થતાં, મહિલાઓ ભારે વિરોધ કર્યો… વિરોધ કરી રહેલી મહિલાઓને પોલિસે અટકાયત કરી હતી.

સફાઈ કામદારોના હિતમાં લાલજી ભગતે દંડવત યાત્રા શરૂ કરી છે, જોકે કોઈ નેતા કે અધિકારી નહીં ફરકતા, મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ અને મહિલાઓએ વિરોધ કર્યો હતો. લાલજી ભગતના પત્નીએ આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ધરણાં અને આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

માલપુર થી દિલ્હી સુધી ની દંડવત યાત્રાને એકવીસ દિવસનો સમય વીતિ જવા છતાં, નેતાઓ કેમ ફરકતા નથી તે સવાલ છે. એકવાર પ્રમુખ, મંત્રી, ધારાસભ્ય કે બની ગયા પછી, હું કોણ,, ને તું કોણ,, તેવી નીતિ, જનપ્રતિનિધીઓ અપનાવતા હોય,, તેવું સ્પષ્ટ લાગે છે… સફાઈકામદારોના હિત માટે જે રીતે દંડવત યાત્રા શરૂ થઈ છે, તેવી યાત્રા નેતાઓએ ચૂંટણી સમયે કરવી જોઈએ, તો કદાચ ખ્યાલ આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!