29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home પીપલ મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસાના પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ વિ. શાહ (મામા)...

મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસાના પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ વિ. શાહ (મામા) ની નિમણૂક

0
132

મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા અરવલ્લી અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં પોતાનું આગવું શૈક્ષણિક મહત્વ ધરાવે છે અને 16 ઉપરાંત સંસ્થાઓનો સફળ વહીવટ કરે છે.

મંડળની જનરલ મીટીંગ નવીનભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને ભા.મા.શાહ હોલ ખાતે મળી હતી. જેમાં પૂર્વ પ્રમુખો, ટ્રસ્ટીઓ, સભાસદો, કારોબારી સભ્યો, પ્રિન્સિપલો, એકાઉન્ટન્ટો અને સ્ટાફ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં માનદમંત્રી ડૉ. ઘનશ્યામભાઈ સાહેબ સ્વાગત પ્રવચન કર્યું હતું. અધ્યક્ષ નવીનભાઈ મોદીએ પોતાના 25 વર્ષના યોગદાનને વાગોળ્યો હતો અને પોતાના જીવનના 75 વર્ષ, 50 વર્ષ સુધી વકીલાત નો વ્યવસાય, અને 50 વર્ષના મધુર લગ્નજીવન, સાથે ૨૫ વર્ષ કોલેજ કેળવણી મંડળની સેવાઓ અને સફળ પ્રમુખ તરીકે કાર્ય કરતા સૌ સભાજનોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપી તાળીઓના ગડગડાટથી તેમને બિરદાવ્યા હતા.

સમગ્ર અરવલ્લી પંથકમાં સિનિયર એડવોકેટ તરીકે પ્રખ્યાત અને સતત 3 ટર્મ થી પ્રમુખ પદ શોભાવતા સફળ પ્રમુખ નવીનભાઈ મોદીએ નિવૃત્તિ જાહેર કરતા નવા પ્રમુખ તરીકે મંડળમાં વર્ષોથી સેવાઓ આપતા મહેન્દ્રભાઈ વી. શાહ મામા ની સર્વનું મતે નવનિયુક્ત પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ઉપ-પ્રમુખ તરીકે સી. વી.. શાહ, સુભાષભાઈ શાહ, જગદીશભાઈ ગાંધી, ભાવેશભાઈ શાહ ડૉ. ઘનશ્યામભાઈ શાહ, અને પ્રો. અરવિંદભાઈ મોદી ની સર્વાનુંમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે માનત મંત્રી તરીકે પરેશભાઈ બી મહેતા જયેશભાઈ દોશી રમેશભાઈ પી શાહ ધીરેનભાઈ પ્રજાપતિ ધ્રુવભાઈ મહેતા અને નવનિયુક્ત મંત્રી તરીકે સી. જી. બુટાલા સર્વોદય હાઇસ્કુલ ના પૂર્વ પ્રિન્સિપાલ ડો. રાકેશભાઈ મહેતા અને અનેક સેવાકીય સંસ્થાઓમાં પોતાની સેવા આપતા તથા સાર્વજનિક હોસ્પિટલના મંત્રી પિયુષભાઈ પટેલની સર્વાનુંમતે વરણી કરવામાં આવી હતી.

નવા વરાયેલા પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ મામાએ પોતાના પ્રવચનમાં ત્રણ વર્ષ દરમિયાન મંડળ અને સમલગ્ન સંસ્થાઓ સહયોગી બનીને કામ કરે, પૂરતો સહકાર આપે અને ગુણવત્તાનો ઉચ્ચતમ તબક્કો હાંસલ કરી તેવી અપીલ કરી હતી. આ સભામાં પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી ડૉ. અરૂણભાઈ શાહ, પંકજભાઈ બુટાલા અને ડૉ. મુકુંદભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં માનદ મંત્રી આર. પી. શાહે સામાન્ય સભામાં ઉપસ્થિત સભાસદો કારોબારી સભ્યો આચાર્યઓ અને એકાઉન્ટન્ટઓ તેમજ સ્ટાફનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!