39 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી : શ્રી એન એસ પટેલ લો કોલેજ મોડાસા ખાતે લીગલ ક્વિઝ...

અરવલ્લી : શ્રી એન એસ પટેલ લો કોલેજ મોડાસા ખાતે લીગલ ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ

0
104

શ્રી એન એસ પટેલ નો કોલેજ મોડાસા ખાતે લીગલ કવિઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવેલ. જેમાં કોલેજના આચાર્ય ડો રાજેશ વ્યાસ દ્વારા આ સ્પર્ધાના મહત્વ વિશે માહિતી આપવામાં આવી. પ્રો. ડો અશોક એમ શ્રોફ (ડીન ફેકલ્ટી ઓફ લો) દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ઘ્વારા સ્પર્ધા નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ડો અલ્પાબેન ભટ્ટી તથા ડો અનિલભાઈ ખોખર દ્વારા કરવામાં આવ્યું હતું. કોમ્પિટિશન માં કુલ ચાર ટિમ બનાવવામાં આવેલ. લીગલ ક્વિઝ કોમ્પ્યુટેશન માં કુલ ચાર રાઉન્ડ ના અંતે પરિણામ જાહેર કરવામાં આવેલ જેમાં પ્રથમ નંબર ત્રિવેદી યકીનકુમાર, રવિરાજ સોલંકી તથા મિસ્ત્રી બેનાઝિર એ પ્રાપ્ત કરેલ હતું, જે ગૌરવરૂપ બાબત છે. કોલેજના આચાર્ય દ્વારા વિજેતા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા ભવિષ્ય માં ઉત્તરોત્તર પ્રગતી કરતા રહે તેવા આશીર્વાદ આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!