39 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ રાઈડરની માળા જપતી મોડાસા ટાઉન પોલિસ, લીયો પોલિસ ચોકી અને કોલેજ ચોકીના...

રાઈડરની માળા જપતી મોડાસા ટાઉન પોલિસ, લીયો પોલિસ ચોકી અને કોલેજ ચોકીના માણસોના ચાર હાથ !!

0
167

અરવલ્લી જિલ્લાની મોડાસા ટાઉન પોલિસ માત્ર નામની જ પોલિસ હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે. મોડાસા ટાઉન પોલિસ વિસ્તારમાં મારામારી જેવી ઘટનાઓ થાય, અને પોલિસ કોઈ કાર્યવાહી ન કરે, તે કેમ ચાલે ? હાલ જે મંચુરિયન વિક્રેતાની બબાલનો રેલો રાઈડર સુધી પહોંચ્યો છે, તે બંન્ને બબાલ માટે ટાઉન પોલિસ ચોક્કસ થી જવાબદાર છે. થોડા મહિના અગાઉ માલપુર રોડ ઉપર ચાઈનિઝ લારી પર કોઈ કોરાણોસર બબાલ થઈ હતી, જેને લઇને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મોડાસા ટાઉન પોલિસે તે સમયે કોઈ કાર્યવાહી ન કરતા, મંચુરિયન વિક્રેતાની હિંમત વધી ગઈ. તે સમયે મીડિયા કવરેજ માટે પત્રકારો હતા, તેમની ઉપર પણ હુમલો થયો હતો, ટાઉન પોલિસને રજૂઆત કરવા છતાં પણ પોલિસે ખાનાપૂર્તિ કાર્યવાહી કરી હતી

હવે જે રાઈડરની વાતો ચાલી રહી છે, તે રાઈડર ની પણ ટાઉન પોલિસ મળા જપે છે. રાઈડરની માળી કેમ જપે છે, તે તો પોલિસ જ જણાવી શકે છે. તેમાં પણ ખાસ કરીને, લીયો પોલિસ અને કોલેજ ચોકીની ટીમ વધુ પડતી માળી જપે છે. આવું એટલા માટે કે, થોડા દિવસ પહેલા, એક વિકલાંક વ્યક્તિને રાઈડરે માર માર્યો હતો, જેને લઇને ફરિયાદી ટાઉન પોલિસે પહોંચ્યો હતો, ફરિયાદ ન કરવા માટે આઘાપાછા થતાં હતા, સવારે 11 વાગ્યાના અરસામાં ટાઉન પોલિસે પહોંચેલ ફરિયાદનું કામ સાંજના 5 વાગ્યાના અરસામાં પુર્ણ થયું હતું. આ વચ્ચે તો બીટ જમાદારે રાઈડરને ચાર રસ્તા પોલિસ ચોકી પર બોલાવ્યો હતો, પણ પોલિસે આ શક્સને પકડ્યો નહીં.

એટલું જ નહીં પોલિસની સામે પણ રોફ જમાવતો હતો, પણ પોલિસ કેમ કોઈ કાર્યવાહી કરે ? કારણ કે, રાઈડરને ખ્યાલ હતો કે, પોલિસ તો તેના ખિસ્સામાં છે, તેની માળા જપે છે. મોડાસા ટાઉન પોલિસ અને કેટલાક પોલિસ કર્મચારીઓ આવા શખ્સોને છાવરે છે, સમયે કાર્યવાહી નથી કરતી, જેને લઇને નાનો લુખ્ખો મોટો થતાં વાર નથી લાગતી. આવી તો કેટલીય ઘટનાઓ પોલિસ નજર અંદાજ કરી નાખે છે, પચી સમય વીતિ જતાં, આવા તત્વો મોટી ઘટનાને અંજામ આપતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!