27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home આંતરરાષ્ટ્રીય Champions Trophy Winner 2025 : કઈ રીતે ચેમ્પિયન્સની ચેમ્પિયન બની ટીમ ઈન્ડિયા?...

Champions Trophy Winner 2025 : કઈ રીતે ચેમ્પિયન્સની ચેમ્પિયન બની ટીમ ઈન્ડિયા? જાણો જીતના 3 મુખ્ય કારણો

0
322

ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ જીતીને ઈતિહાસ રચ્યો. રોહિત સેનાએ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમને ચાર વિકેટે મ્હાત આપી હતી

25 વર્ષ જૂનો બદલો લીધો

12 વર્ષ બાદ ફરી ભારતે ફરી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, અગાઉ એમ એસ ધોનીની આગેવાનીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે. આટલું જ નહીં ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પણ ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો છે. આજની જીત સાથે જ ન્યૂઝીલેન્ડ સાથેનો ભારતનો 25 વર્ષ જૂનો હિસાબ બરાબર થયો. વર્ષ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને મ્હાત આપી હતી. તે મેચમાં ભારતના કેપ્ટન સૌરવ ગાંગુલીએ 117 રન ફટકાર્યા હતા.

ભારતની જીતના મુખ્ય કારણો

બોલર્સે કર્યો કમાલ

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ભારતીય સ્પિનર્સે કમાલ બતાવ્યો. કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ બે બે વિકેટો ખેરવી અને ન્યૂઝીલેન્ડની ટીમ સ્કોર ઓછો બનાવી શકી.

કોણે કેટલી વિકેટ લીધી:

મોહમ્મદ શમી 1
વરુણ ચક્રવર્તી 2
કુલદીપ યાદવ 2
રવીન્દ્ર જાડેજા 1

ટીમ ઈન્ડિયાની પાર્ટનરશીપ

252 રનનો લક્ષ્ય હાંસલ કરવા ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરી ત્યારે સૌથી પહેલા રોહિત શર્મા અને શુભમન ગિલે 105 રનની પાર્ટનરશીપ કરી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધી જેટલી ફાઇનલ મેચ રમાઈ છે તેમાં આ ત્રીજી એવી પાર્ટનરશિપ છે જે 100 રનથી વધુ હોય. જેથી મિડલ ઓર્ડરના ખેલાડીઓ પર ભાર ઓછો આવ્યો અને તેઓ ખૂલીને રમી શક્યા.

ટીમ ઈન્ડિયામાં કોણે કેટલા રન ફટકાર્યા?

રોહિત શર્મા 76
શુભમન ગિલ 31
વિરાટ કોહલી 1
શ્રેયસ અય્યર 48
અક્ષર પટેલ 29
K L રાહુલ 34
હાર્દિક પંડ્યા 18
રવીન્દ્ર જાડેજા 9

મજબૂત મિડલ ઓર્ડર

રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલની વિકેટ બાદ ભારતનું ટેન્શન વધ્યું હતું. પણ શ્રેયસ અય્યરે 48 રન બનાવી સારી બેટિંગ કરી. અક્ષર પટેલના 29 રન પણ મહત્ત્વપૂર્ણ રહ્યા. K L રાહુલે 34 રન ફટકાર્યા. હાર્દિક પંડ્યાએ બાઉન્ડ્રીઓના સહારે 18 બોલમાં 18 રન ફટકાર્યા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!