38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી LCB પોલિસની ગાડીની ઓવરટેક કરતા પોલિસને શંકા ગઈ, પીછો કર્યો તો...

અરવલ્લી LCB પોલિસની ગાડીની ઓવરટેક કરતા પોલિસને શંકા ગઈ, પીછો કર્યો તો દારૂ મળ્યો

0
69

અરવલ્લી જિલ્લામાં સતત દારૂની હેરાફેરીનો પર્દાફાશ થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લા પોલિસની ટીમ દ્વારા રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો ખેલ ચાલતો હોય છે ત્યારે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોટી સફળતા મળી છે. ધનસુરા પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી પોલિસે સ્વિફ્ટ ગાડીમાંથી 2.77 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધનસુરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં કીડી ગામની સીમમાં મોડાસાથી પુંસરી તરફ જતા રોડ ઉપરથી મારૂતી સ્વિફટ ગાડીમાંથી વિદેશી દારૂ બોટલ/ટીન નંગ-1594 જેની કુલ કિંમત 2,77,863/- રૂપિયાનો દારૂ પકડી પાડ્યો છે.

અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોડાસા રાણાસૈયદ ચોકડી નજીક ધનસુરા તરફ જતા બાયપાસ રોડે જતાં સહયોગ બાયપાસ ચોકડી તરફના રોડેથી એક સફેદ કલરની મારૂતિ સ્વિફ્ટ કારનં.GJ.09.BL.9230 આવતી હતી. સ્વિફ્ટ કાર ચાલકે પોલિસની ગાડીની ઓવર ટેક કરતાં, પોલિસને શંકા ગઈ, પોલિસે પણ સ્વિફ્ટ ગાડીનો પીછો કર્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્વિફ્ટ ગાડીનો પીછો કરતા, કોલીખડથી ગારુડી થઈ જુની શીણોલ ગામથી શીકાથી કિશોરપુરા ચોકડી સુધી પોલિસે પીછો કર્યો હતો.

ફિલ્મી ઢબે પોલિસે સ્વિફ્ટ કારનો પીછો કરતા, પુંસરી તરફ જતા કીડી ગામની સીમમાં જઇ સ્વિફ્ટ કારના ચાલકે પોતાની કાર યુર્ટન લઇ પરત મોડાસા તરફના રોડે પોલિસે ખાનગી કારથી આડશ મુકી દીધી હતી. આ સમય દરમિયાન સ્વિફ્ટ કારમાંથી તેનો ચાલક તથા બાજુમાં બેઠેલ બીજો એક ઇસમ કારમાંથી ઉતરી નાસી છૂટ્યા હતા. પોલિસે બંન્ને ઈસમનો પીછો કર્યો હતો, જોકે અંધારાનો લાભ લઈને બે ઈસમનો નાસી છૂટ્યા હતા. પોલિસે સ્વિફ્ટ કાર GJ.09.BL.9230 નો દરવાજા ખોલી જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયર મળી આવ્યો હતો. પોલિસે જુદી જુદી બ્રાન્ડની પેટી નંગ-11, જેમાં કુલ બોટલો ટીન નંગ-312 તથા છુટી બોટલો/ટીન નંગ-1282 મળી કુલ બોટલો/ટીન નંગ-1594 મળી કુલ 2,77,863 રૂપિયાનો દારૂ પકડી પાડ્યો હતો. પોલિસે કાર સહિત કુલ 7,77,863 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલિસે બે ઈમસને વોન્ટેડ જાહેર કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!