33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી: લગ્નમાં દારૂની પેટી પકડનાર શખ્સોને હવે પોલિસે પકડ્યા !! ભિલોડા તાલુકાનો...

અરવલ્લી: લગ્નમાં દારૂની પેટી પકડનાર શખ્સોને હવે પોલિસે પકડ્યા !! ભિલોડા તાલુકાનો વીડિયો વાઈરલ થતાં સવાલો

0
202

અરવલ્લી જિલ્લામાં છાશવારે દારૂને કારણે પોલિસ બદનામ થતી રહે છે, કોઈકવાર દારની હેરફેરી તો કોઈકવાર દારૂમાં સંડોવણી.હવે તો અરવલ્લી જિલ્લામાં દારૂ છૂપી રીતે નહીં પરંતુ વરઘોડમાં પણ રેલમછેલ જોવ મળી રહી છે. આવો જ એક વીડિયો ભિલોડા તાલુકાનો વાઈરલ થયો હતો, જેમાં વરઘોડાના આનંદમાં કાયદો પ્રોહિબિશન કાયદો ભૂલી યુવક દારૂની પેટી લઈને વરરાજા પાસે પહોંચી ગયા અને લોકોએ દારૂની લૂંટ મચાવી હતી, સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થતાં હવા ભિલોડા પોલિસ સક્રિય થઈ અને બે ઈસમને ઝડપી પાડ્યા હતા

વાત જાણે એમ છે કે, ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રીંટોડા ગામના ત્રણ રસ્તા ખાતે લગ્નના વરઘોડો નિકળ્યો હતો. વરઘોડામાં વરરાજા સહિત તમામ લોકો મોજમાં હતા, આ વચ્ચે એક ઇસમનો દારૂની પેટી લઈને વરરાજા પાસે પહોંચી ગયો હતો, અને લોકોએ દારૂની રીતસરની લૂંટ મચાવી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો. પોલિસ તપાસમાં આ વીડિયો 21/04/2025 ના રોજ ભિલોડા તાલુકાના રીંટોડા ગામે એક લગ્નના વરઘોડાનો હોવાનું સામે આવ્યું હતું. આ દિવસે લગ્ન પ્રસંગે વરઘોડો નિકળ્યો હતો, જેમાં એક ઈસમ દારૂની પેટી લઈને આવ્યો. ભિલોડા પોલિસે વાઈરલ વીડિયોના આધારે ઓળખ કરી, દારુની પેટી સાથે દેખાતો ઇસમ અજયભાઇ સતીષભાઇ હોથા તથા બીજો ઇસમ હિતેશ સાંજાભાઈ પાંડોર બંન્ને ઈસમ રહે. ગામ : રીંટોડા તા.ભિલોડા ને તાત્કાલીક પકડી પાડી પાડ્યા હતા. ભિલોડા પોલીસ સ્ટેશનમાં લાવી તેના વિરુધ્ધ ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબની ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!