33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અંગ દઝાડતી ગરમીમાં AAP ના ધરણાં, ભાજપના જન સંપર્ક કાર્યાલયોમાં સન્નાટો !...

અંગ દઝાડતી ગરમીમાં AAP ના ધરણાં, ભાજપના જન સંપર્ક કાર્યાલયોમાં સન્નાટો ! તબિયત લથડે તો આરોગ્ય વિભાગે કોઈ વ્યવસ્થા કરી ?

0
232

રાજ્યના વિવિદ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીએ રાજ્યવ્યાપી એક દિવસિય પ્રતિક ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીએ પણ પ્રતિક ધરણાં યોજ્યા છે. રાજ્યમાં બનતી મારામારીની ઘટનાઓ હોય કે પછી ભ્રષ્ટાચારના મુદ્દાઓ આ તમામ મોરચે ભાજપ નિષ્ફળ નિવળી હોવાને લઈને આમ આદમી પાર્ટીએ પ્રતિક ધરણાં યોજી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે જિલ્લા સેવા સદન સામે અને ભાજપના નેતાઓના જન સંપર્ક કાર્યાલય નજીક પ્રતિક ધરણાં યોજાયાતા, ભાજપના ના કાર્યાલયમાં પણ ચર્ચાો ચાલવા લાગી છે. આ સાથે જ 44 ડિગ્રી તાપમાં પણ પ્રજાના પ્રશ્નો માટે અરવલ્લી જિલ્લા આપ ના નેતાઓ પ્રખર તાપમાં ધરણાં શરૂ કર્યા છે. અરવલ્લી જિલ્લામાં હાલ સરેરાશ 44 ડિગ્રી જેટલું તાપમાન છે, જેને લઇને બપોરના સમયે પણ રસ્તાઓ સુમસાન બનતા હોય છે, જોકે અંગ દઝાડતી ગરમીમાં પણ લોકોની સમસ્યાઓને વાચા આપવા આપ ના નેતાઓએ લડત શરૂ કરી છે.

અરવલ્લી જિલ્લાના મંત્રી અને સાંસદ દ્વારા શરૂ કરવામાં આવેલા જન સંપર્ક કાર્યાલય સામે જ આ પ્રકારના ધરણાં શરૂ થતાં, લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે, કે, મંત્રી અને ભાજપના મોટા નેતાઓના નેતૃત્વવાળી બેઠકમાં પણ કોઈ સમસ્યા હશે કે શું ? અરવલ્લી જિલ્લામાં કેટલીય સમસ્યાઓ છે પણ કોઈ બોલવા તૈયાર નથી, પણ વિપક્ષના આવા ધરણાંથી લોકો પણ મનમાં આપોઆપ બોલતા થયા છે કે, મંત્રી હોવા છતાં પણ જિલ્લામામ સમસ્યાય ઉદભવે તો શું કામનું ?

હાલ અંગ દઝાડતી ગરમીને કારણે આપ ના નેતાઓની તબિયત લથડે તો તેના માટે કોઈ જવાબદાર ખરૂ ? નાગરિક તો નાગરિક જ હોય છે પછી તે કોઈ પક્ષ સાથે જોડાયેલ હોય કે પછી મંત્રી, નેતા કે સામાન્ય નાગરિક. તમામની ચિંતા તંત્રએ કરવી જોઈએ. વિપક્ષી નેતાઓ લોકાના પડતર અને સળગતા પ્રશ્નોને વાચા આપવા લડત લડતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!