25.3 C
Gujarat
Saturday, November 14, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : દીપેશ્વરી ધામ ભક્તોની સુરક્ષા માટે પોલીસ ચોકી નું SP મનોહરસિંહ...

અરવલ્લી : દીપેશ્વરી ધામ ભક્તોની સુરક્ષા માટે પોલીસ ચોકી નું SP મનોહરસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ

0

 

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ સ્ટેશન હસ્તક ઊંટરડા ગામ સ્થિત દિપેશ્વરી માતાનું મંદિર દિપેશ્વરી ધામ આસ્થાનું પ્રતીક છે દરરોજ મોટી સંખ્યામાં માં દિપેશ્વરી ધામના દર્શનાર્થે ભક્તો ઉમટી પડે છે ત્યારે ભક્તોની સુરક્ષા અને સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી નવનિર્મિત દીપેશ્વરી ધામ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા (IPS)ના વરદ હસ્તે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

દીપેશ્વરી ધામ ખાતે નવીન પોલીસ ચોકી શરૂ થવાથી સ્થાનિક વિસ્તારના નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. સાથે જ કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગુનાખોરી પર નિયંત્રણ અને નાગરિકોને સમયસર પોલીસ સહાય મળી રહે તે દિશામાં આ મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે.અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા, જનસેવા અને કાયદો-વ્યવસ્થાની જાળવણીને પ્રાથમિકતા આપી વધુ એક સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!