33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા માં સાહિત્ય સરવાણી કાર્યક્રમ યોજાયો

અરવલ્લી : મોડાસા માં સાહિત્ય સરવાણી કાર્યક્રમ યોજાયો

0
77

શબ્દસેતુ દ્વારા કૃષ્ણ દવે નો ભવ્ય કાર્યક્રમ… શબ્દસેતુ મોડાસા દ્વારા શ્રીમતી ચંદ્રિકાબેન કિરીટકુમાર ઓડિટોરીયમમાં સાહિત્ય સરવાણી અને સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું. મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બિપીનકુમાર શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યના જાણીતા અને માનીતા કવિ શ્રી કૃષ્ણ દવેએ શ્રોતાઓને રસ તરબોળ કરી દીધા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન કટલરી કરીયાણા મરચંટ એસોસિએશન મોડાસાના પ્રમુખ શ્રી રમણભાઈ પ્રજાપતિ એ કરેલું હતું.મુખ્ય મહેમાન તરીકે સાજીદ હુસૈન હાજી અબ્દુલ હુસૈન ખાનજી તથા આમંત્રિત મહાનુભાવ તરીકે શ્રી એન.કે.ત્રિવેદી તથા શ્રી અંબાલા કે.પટેલે કાર્યક્રમને સહયોગ આપ્યો હતો. શબ્દસેતુના પ્રમુખ ડૉ.જીગ્નેશ સુથારે સૌનું સ્વાગત કરી શબ્દ સેતુની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.પ્રોજેક્ટ કન્વીનર ડૉ.સંતોષ દેવકરે કવિ શ્રી કૃષ્ણ દવે નો પરિચય આપ્યો હતો. જ્યારે મંત્રી કાદરઅલી સૈયદે આભાર વિધિ કરેલ હતી.કાર્યક્રમમાં શબ્દસેતુના વયનિવૃત્ત સભ્યોનું સન્માન કરાયું હતું.સલાહકાર તથા કારોબારી સભ્યોની મહેનતથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જયેન્દ્ર પંડ્યા,કિરણ પટેલ અને શિવુભાઈ શર્મા,જે.ડી.પટેલે કરયુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!