29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો, સંઘર્ષમાં 500 થી વધુના મોત

ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો, સંઘર્ષમાં 500 થી વધુના મોત

0
205

ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો છે.ઈરાનના અધિકારીઓ અને માનવાધિકાર જૂથોનો અંદાજ છે કે આ સંઘર્ષમાં ઓછામાં ઓછા 585 લોકો માર્યા ગયા છે અને એક હજાર 300થી વધુ ઘાયલ થયા છે

ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો છે. ઈરાની અધિકારીઓએ દાવો કર્યો કે, ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા ત્રણ હુમલા અને બોમ્બ ધડાકાને કારણે જાનહાનિની સંખ્યામાં વધારો થયો છે. ઈરાનના અધિકારીઓ અને માનવાધિકાર જૂથોનો અંદાજ છે કે સંઘર્ષમાં ઓછામાં ઓછા 585 લોકો માર્યા ગયા છે અને એક હજાર 300થી વધુ ઘાયલ થયા છે, જેમાંથી ઘણા નાગરિકો છે.આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ પુષ્ટિ આપી કે, ઇઝરાયલી હુમલાઓએ 2015ના પરમાણુ કરાર હેઠળ દેખરેખમાં આવતા બે સેન્ટ્રીફ્યુજ ઉત્પાદન સ્થળોને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા હતા.ઈરાનના વડા ખામેનીએ તણાવ ઘટાડવા માટે વધતા આંતરરાષ્ટ્રીય દબાણને નકારી કાઢ્યું છે. તો બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ક્ષેત્રમાં લશ્કરી તૈનાતી વધારી, ઈરાનની ‘બિનશરતી શરણાગતિ’ની માંગણી કરીને અમેરિકાના હસ્તક્ષેપમાં નાટકીય રીતે વધારો કર્યો છે.દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે- ચીન, પાકિસ્તાન અને રશિયાના સમર્થનથી ઈરાનની વિનંતી પર, આવતીકાલે ન્યૂયોર્કમાં ઈરાન પર એક કટોકટી સત્ર નું આયોજન કર્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!