28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખે અષાઢી બીજના રોજ સંભાળ્યો ચાર્જ, ભગવાન જગન્નાથના લીધા...

અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખે અષાઢી બીજના રોજ સંભાળ્યો ચાર્જ, ભગવાન જગન્નાથના લીધા આશીર્વાદ

0
240

અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસની નવી શરૂઆત થઈ ચુકી છે… અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમીતીના નવનિયુક્ત પ્રમુખ અરુણ પટેલે અષાઢી બીજના પાવન અવસરે, ચાર્જ સંભળ્યો હતો.. મોડાસા ખાતે આવેલા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે ભગવાન સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું,, ત્યારબાદ પદભાર સાંભળ્યો હતો… પદભાર સંભાળ્યા બાદ, કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો… નવનિયુક્ત જિલ્લા પ્રમુખને કાર્યકરોએ ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.. ત્યારબાદ મોડાસા ખાતે યોજવામાં આવેલી, ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પણ પહોંચ્યા હતા… જિલ્લા પ્રમુખ અરૂણ પટેલ, પૂર્વ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, કોંગ્રેસ નેતા રાહુલ પટેલ સહિતના હોદ્દેરાઓ ભગવાન જગન્નાથના દર્શન કરીને, નવીન શરૂઆત કરી હતી… નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખે, જણાવ્યું કે, શાસક પક્ષ દ્વારા પ્રજાને અન્યાય થઈ રહ્યો છે, તે તમામ પ્રશ્નોને ઉઠાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!