30.1 C
Gujarat
Friday, August 28, 2026
Home HeadLines ખોટા આદિવાસી પ્રમાણ પત્રો સંદર્ભે અરવલ્લી જીલ્લા પંચાયત, પુર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘી...

ખોટા આદિવાસી પ્રમાણ પત્રો સંદર્ભે અરવલ્લી જીલ્લા પંચાયત, પુર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘી નો મુખ્યમંત્રી ને પત્ર

0

આદિવાસી ભારત દેશનો મુળ માલિક છે.આદિવાસી સમાજ હર હંમેશા અંગ્રેજો સામેની લડાઈ હોય કે, મહારાણા પ્રતાપના યુદ્ધની લડાઈ હોય, આદિવાસી સમાજ હર હંમેશા ભારત દેશ માટે જનહિતના કાર્યો માટે અગ્રેસર રહ્યો છે.આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડા એ પણ ભારત દેશ અને સમાજ માટે બલિદાન આપ્યું છે.સરકાર હંમેશા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસની વાત કરે છે.બિરસા મુંડા, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે છે. આદિવાસી સમાજના હક્ક અને અધિકાર અને પડતર પ્રશ્નો વિશે અન્નાય કરે છે.ગુજરાત રાજયમાં ખોટા આદિવાસી પ્રમાણ પત્રો ને લઈ ને તાજેતરમાં D.Y.S.P., ઉપ સચિવ, એકાઉન્ટ ઓફિસર, કલાસ – 2 જેવા અધિકારીઓ પકડાયા છે.ગુજરાત રાજયમાં હજ્જારો લોકો ખોટા પ્રમાણ પત્રો લઈને સરકારી નોકરી લઈ રહ્યા છે.મેડિકલ, એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ, આર્ટસ સહિત અનેકવિધ ફેકલ્ટીઓમાં અને રાજકીય રીતે સરપંચ, તાલુકા, જીલ્લા પંચાયત, વિધાન સભાની ચુંટણીમાં પણ ખોટા સર્ટીફીકેટનો દુર ઉપયોગ થાય છે.G.P.S.C. જેવી ભરતીમાં પણ S.C., S.T., O.B.C., સમાજ ને અન્નનાય થાય છે.અમુક લોકો ગેસ એજન્સી, પેટ્રોલ પંપ ધરાવે છે.ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સચિવ કક્ષાની કમિટી બનાવી ગુજરાત રાજયની તમામ સરકારી કચેરીઓમાં તપાસ કરાવીને સાચા આદિવાસીઓ ને ન્યાય આપે તેવી લાગણી અને માંગણી છે.સત્વરે યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં બિરસા મુંડા ના માર્ગે ચાલી અસરકારક આંદોલન કરી ન્યાય માટે લડાઈ લડીશું તેમ લેખિતમાં પત્રમાં રાજેન્દ્ર પારઘીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!