29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત પંચમહાલ: પાનમડેમની ઉપર વિસ્તારમા આવેલી અરવલ્લીની ગિરીમાળાઓ ઉપર ડ્રોન વડે સીડબોલ નાખી...

પંચમહાલ: પાનમડેમની ઉપર વિસ્તારમા આવેલી અરવલ્લીની ગિરીમાળાઓ ઉપર ડ્રોન વડે સીડબોલ નાખી વૃક્ષારોપણ

0
81

પંચમહાલ
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના કોઠા ગામના જંગલ પાસે પાનમડેમની ઉપરના વિસ્તારમાં આવેલી અરવલ્લીની ગિરીમાળાઓ પર એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.પંચમહાલ વનવિભાગ દ્વારા આયોજન આ કાર્યક્રમમા શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા.વૃક્ષારોપણની સાથે સાથે ડ્રોન વડે સીડ બોલ પણ નાખવામા આવ્યા હતા. શહેરા વનવિભાગના આરએફઓ સહિત, કર્મચારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દુનિયાની સૌથી જુની પર્વતમાળા અરવલ્લી ને પુનઃ વનીકરણ કરીને હરિયાળા બનાવાના હેતુથી ગોધરા વનવિભાગ દ્વારા શહેરા તાલુકાના કોઠા ગામની પાસે પાનમડેમની ઉપર વિસ્તારમા આવેલા જંગલમાં ડ્રોન વડે શીડ બોલ પણ નાખવામા આવ્યા હતા. શહેરા ના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમને વૃક્ષારોપણ કર્યુ હતુ. ગોધરા ડીસીએફ ડો.પ્રિયંકાબેન ગહેલોત પણ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યુ હતુ. ડ્રોન મશીનમા જેઠાભાઈ ભરવાડ દ્વારા ખાખરો ખેર સહિતના બીજ ભરવામા આવ્યા હતા. દ્વારા બાદ તેને ઉડાડીને જંગલ વિસ્તારમા નાખવામા આવ્યા હતા. જેઠાભાઈ ભરવાડે આસપાસના જંગલની આસપાસના પ્રાકૃતિક સૌદર્યનુ પણ નિરિક્ષણ કર્યુ હતુ. જેઠાભાઈ ભરવાડે ઉપસ્થિત લોકોને ખુલી જમીનમા વૃક્ષારોપણ કરવા પર ભાર મુકવા અપીલ કરી હતી. વૃક્ષોનુ જતન કરવુ જોઈએ. આ સીડબોલ પ્રોજક્ટ ખુબ જ ઉપયોગી છે. વાતાવરણને અનુકુળ આવે તેઓ પ્રોજક્ટ છે. જે ગીરીમાળાઓ પર આ કામ કરવામા આવ્યુ છે તેના માટે હુ વનવિભાગને અભિનંદન આપુ છુ. આ રીતે વનસ્પતિનુ પણ જતન થશે. શહેરા તાલુકા વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફીસર રોહીતભાઈ પટેલ, વનવિભાગના કર્મચારીઓ, તાલુકાના સરંપચો. આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

શહેરા તાલુકામા ઈકો ટુરિઝમ શરુ થાય તે માટે અમે સરકારમા રજુઆત કરીશુ
પત્રકારોની સાથેની વાતચીતમા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે જણાવ્યુ હતુ કે ખરેખર પાનમ નદીના પટનો નજારો અદભુત છે.કુદરતી સૌદર્ય ખીલી ઉઠે છે. અહીના ટાપુ પર લોકો રહે છે. બોટમા આવજા કરે છે. આ જગ્યા અમે જોઈ છે. આ વિસ્તારમાં સરકારમા ઈકો ટુરિઝમ ની શરુઆત થાય તે માટે સ સરકારમા રજુઆત કરીશુ. વધુમા શહેરા તાલુકામા વૃક્ષોનુ વાવેતર કરવામા આવ્યુ છે. જેનાથી વરસાદ પણ સારો થાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!