29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સાબરડેરીના સત્તાધિશો ને લાગી આવતા, અચાનક ભાવ વધારો કરી દીધો!! પહેલા ભાજપનો...

સાબરડેરીના સત્તાધિશો ને લાગી આવતા, અચાનક ભાવ વધારો કરી દીધો!! પહેલા ભાજપનો એકપણ નેતા બોલવા તૈયાર નહોતા !!

0
281

પહેલા આંદોલન થયું, એક પશુપાલકનું મોત થયું, ત્યાં સુધી ભાજપના એકેય નેતા બોલ્યા નહીં !!
આટલા મોટા આંદોલનની વાત દિલ્હી સુધી પહોંચી
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવવાના હોવાના ડરથી ભાવ વધારો કર્યો ?
પહેલા ભાજપના નેતા કહેતા કે, આ બાબતે નો કમેંટ
રાહુલ ગાંધી અરવલ્લી માં આવ્યા પછી તુરંત મુખ્યમંત્રી પહોંચ્યા અને બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું
ભાજપના સત્તાધિશોને ખુરશી પ્રેમ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોને યોગ્ય ભાવ મળે, તે માટે છેલ્લા પંદર દિવસથી પ્રયાસો ચાલતા હતા. આ સમય દરમિયાન ભાજપનો એકેય નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નહોતા. ભાજપના નેતાઓ સ્પષ્ટ કહેતા હતા કે, હાલ નો કમેંટ. હવે જ્યારે ઉપરથી આદેશ મળ્યો કે, પશુપાલકોને ભાવ આપી દો, એટલે ભાજપના નેતાઓ મીડિયા સમક્ષ અચાનક પ્રગટ થઈ ગયા. ભાજપની આવી નીતિને લઇને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, શું સાબરડેરી ખારેખર પશુપાલકોના હિત માટે કામ કરે છે કે, અંગત સ્વાર્થ માટે ? અત્યારસુધી કેમ રાહ જોઈ?

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો ભાવફેરને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ માટે પહેલા સાબરડેરીના ડીરેક્ટર્સ અને પશુપાલકોએ ભાવફેરને લઇને કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું હતું, જોકે કોઈ જ નિર્ણય નહીં લેવાતા, આખરે પશુપાલકો એ સાબરડેરી બહાર પોતાની માંગ સાથે વિરોધ કર્યો હતો, જોકે આ વચ્ચે પ્રદર્શન ઉગ્ર બનતા, અહીં અચાનક પથ્થરમારો થયો અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલિસે ટીયર ગેસના સેલ છોડ્યા, જેમાં એક પશુપાલકનો કરૂણ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાના દેશભરમાં પડઘાં પડ્યા હતા. સાબરડેરીને પહેલા પશુપાલકોની ચિંતા ન થઈ અને આખરે, મામલો તૂલ પકડ્યો અને રાજકારણમાં ગરમાવો આવ્યો ત્યારે ભાવફેરની જાહેરાત કરી દેવામાં આવી. જે ભાજપના નેતાઓ અત્યાર સુધીમાં કંઈપણ કહેવાનું યોગ્ય નહોતા સમજતા તે તમામ નેતાઓ પ્રેસ કોન્ફરન્સમાં પ્રગટ થઈ ગયા હતા.

પશુપાલકો આટલા સમયથી દુધ વેડફાટ કરતા હતા, ત્યાં સુધી સત્તાધિશોને કંઈ જ ચિંતા ન થઈ અને લાગ્યું કે,મામલો વધારે ગરમાયો છે, વાત દિલ્હી સુધી પહોંચી. એટલું જ નહીં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાબરકાંઠાની મુલાકાતે પહોંચ્યા. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચવાના સમયાર 18 જુલાઈના રોજ બપોરના અરસામાંથી વહેતા થતાં, જ સાંજે દુધના ભાવ વધારાની જાહેરાત કરી દેવામાં આવી.

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વિરોધ યથાવત છે, હજુ પશુપાલકોની માંગણીઓ છે કે, ખોટા કેસ પાછા ખેંચવામાં આવે અને મૃત્યુ પામેલા અશોકભાઈ ચૌધરીને ન્યાય મળે. હવે જોવું રહ્યું કે, પશુપાલકો સાબરડેરીના સત્તાધિશોના નિર્ણયને કેવી રીતે જુએ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!