28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સાબરકાંઠા : પ્રાંતિજના લાંચિયા મામલતદાર અને ડ્રાઇવરને 50 હજારની લાંચ લેતા રંગે...

સાબરકાંઠા : પ્રાંતિજના લાંચિયા મામલતદાર અને ડ્રાઇવરને 50 હજારની લાંચ લેતા રંગે હાથે દબોચી લીધા

0
73

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પ્રાંતિજના મામલતદાર જગદીશ ડાભી અને ડ્રાઈવરને એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા રૂ.50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

મામલતદારે ડમ્પરના માલિક પાસેથી લાંચની માંગ કરી હતી
એસીબીને મળેલી ફરિયાદ મુજબ મામલતદાર જગદીશ ડાભીએ ખનીજનું વહન કરતા ડમ્પરના માલિક પાસેથી લાંચની માંગણી કરી હતી. પ્રાંતિજ-અમદાવાદ વચ્ચે ચાલતા પાંચ ડમ્પરને નહીં પકડવા માટે મામલતદારે ગાડી દીઠ રૂ.10,000 લેખે કુલ રૂ.50,000ની લાંચ માંગી હતી. આ લાંચની રકમ સ્વીકારવા માટે મામલતદારે તેમના ડ્રાઈવરને મોકલ્યો હતો.

એસીબીએ ડ્રાઈવરને રંગે હાથે ઝડપી પાડ્યો
એસીબીએ પહેલેથી જ સેવા સદનના પાર્કિંગમાં છટકું ગોઠવ્યું હતું. લાંચની રકમ સ્વીકારતી વખતે એસીબીએ ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ મામલતદાર જગદીશ ડાભીની પણ ધરપકડ કરી હતી. એક જ જિલ્લામાં મહેસૂલ વિભાગમાં દસ દિવસમાં એસીબીની આ બીજી મોટી કાર્યવાહી છે. આ ઘટના દર્શાવે છે કે સરકારના કેટલાક વિભાગોમાં ભ્રષ્ટાચારનું દૂષણ હજુ પણ વ્યાપક છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!