27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines ગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ

ગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ

0
92

રાજ્યમાં IAS-IPS અધિકારીઓની બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. વધુ એક વખત પોલીસ વિભાગમાં બદલી કરવામાં આવી છે. રાજ્યના 105 IPSની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ બદલીના ઓર્ડર પેન્ડિંગ હતા. ત્યારે અક્ષયરાજ મકવાણાની ભરૂચ SP તરીકે બદલી કરવામાં આવી છે તો પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર SP તરીકે બદલી કરવામાં આવી છે.

IPS રોહન આનંદની SP CID ક્રાઈમમાં બદલી કરાઈ
મનોહરસિંહ જાડેજાની અરવલ્લીના SP તરીકે બદલી કરવામાં આવી છે. સફીન હસનને મહિસાગરના SP બનાવવામાં આવ્યા છે. એસ.વી.પરમારની એસઆરપી ગ્રુપ 15માં બદલી કરવામાં આવી છે.IPS રાહુલ ત્રિપાઠીની અમદાવાદ DCP SOG અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. IPS રોહન આનંદની SP CID ક્રાઈમમાં બદલી કરાઈ છે. વિવાદમાં રહેલા મનીષસિંહને સાઈડ પોસ્ટિંગ કરવામાં આવ્યા છે અને કચ્છના ભચાઉમાં SRP ગ્રુપમાં મુકાયા છે. જ્યારે ડો.હર્ષદ પટેલની અમદાવાદ ઝોન -1માં નાયબ CP તરીકે બદલી કરાઈ છે.

અરવલ્લી જિલ્લા ના વર્તમાન પોલિસ વડા શૈફાલી બરવાલની સુરત શહેર ખાતે નાયબ પોલીસ કમિશનર, ઝોન-7 માં બદલી થી છે જ્યારે ASP સંજયકુમાર કેશવાલા ની સિનિયર ટાઈમ સ્કેલ સાથે પોલીસ અધિક્ષક, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર ખાતે બદલી થઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!