29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines છાપરે ચઢીને મુસાફરી : આ બસ પલટી નહીં મારે, તે ગેરંટી કોની...

છાપરે ચઢીને મુસાફરી : આ બસ પલટી નહીં મારે, તે ગેરંટી કોની ? અરવલ્લી RTO કે પછી પોલિસ ?

0
95

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક ચોપડા ગામ ખાતે સ્કૂલ બસ પલટી મારી જવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, બસ પસાર થઈ રહી હતી ત્યારે સામેથી ગાડી આવતા, સાઈડમાં કરી હીત, ત્યારે બસ અચાનક પલટી મારી ગઈ હતી. બસમાં 30 થી વધારે મુસાફરો સવાર હતા ત્યારે મોટી દુર્ઘટના ટળી છે. 33 બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અરવલ્લી જિલ્લામાં આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં નિયમોનો ઉલાડિયો જોવા મળી રહ્યો છે. આખા મેઘરજ નગરના લોકોને દેખાય છે, પણ મેઘરજ પોલિસ કામમાં એટલી વ્યસ્ત છે કે, આવી સારી બાબત, જોવાનો જરાય સમય નથી.

એકબાજુ પેસેન્જર ન હોવાને કારણે કેટલાય ગ્રામીણ વિસ્તારોમાં સરકારી એસ.ટી. બસ સેવા નથી પહોંચતી તો બીજી બાજુ ખાનગી વાહનો અને ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોને તો, જાણે મોજ જ પડી ગઈ હોય, તેવી સ્થિતિ અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહી છે. મોડાસા થી મેઘરજ અને ત્યાંથી રાજસ્થાન જતાં, રોજની કેટલીય ખાનગી ટ્રાવેલ્સ આંટાફેરા કરે છે, પણ કોઈ વિભાગને આ દેખાતું નથી. અહીં બસમાં ઘેંટા-બકરાની જેમ ભરી દેવાય છે, પણ કોઈ ને કંઈ જ દેખાતું નથી. જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય, તો કેસેટ વાગશે કે, તપાસના આદેશ આપી દીધા છે, અને કોઈને છોડવામાં આવશે નહીં.

ઓછા દરે અને સારૂ મુસાફરી માટે આટલી એસ.ટી. બસ મુકવામાં આવે તો સરકારી તિજોરીમાં આવક થાય, લોકોને સુવિધા મળી અને અવર-જવર કરતા લોકોને સહુલિયત મળી શકે. પણ અહીં તો આવું નથી. મોડાસા થી રાજસ્થાન તરફ જતી ટ્રાવેલ્સ સંચલાકો પર સંબંધિત વિભાગના અમર આશીર્વાદ છે કે, કોઈ જ તેમને રોકતું નથી. એટલે જ બસના છાપરા પર બેસાડીને મુસાફરી થઈ રહી છે. મોડાસા ના મેઘરજ રોડ પરથી રોજે-રોજ કેટલાય મુસાફરો ભરી ભરીને ટ્રાવેલ્સ અને જીપ જાય છે, પણ જો એસ.ટી. બસ મુકવામાં આવે, તો સરકારને ઘણો ફાયદો થઈ શકે એમ છે. અહીં તો તુભી ખા ઔર મુજે ભી ખાને, દે, તેવી સ્થિતિ વર્તાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!