37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ: કોંગ્રેસે શ્રી ગોવિંદગૂરૂ યૂનિવર્સિટીમાં ચાલતા પીજી અભ્યાસક્રમોને લઇને ગંભીર આક્ષેપ કર્યા

પંચમહાલ: કોંગ્રેસે શ્રી ગોવિંદગૂરૂ યૂનિવર્સિટીમાં ચાલતા પીજી અભ્યાસક્રમોને લઇને ગંભીર આક્ષેપ કર્યા

0
161

ગોધરા,

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલા કોગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડો પાર્થિવરાજસિંહ કઠવાડિયાની ઉપસ્થિતીમાં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતની યુનિવર્સીટીઓમા ચાલતા પીજી અભ્યાસ ક્રમો તેમજ પ્રાથમિક શાળાઓની પરિસ્થીતી સામે સવાલો કર્યા હતા. પત્રકાર પરિષદમાં કોગ્રેસના સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ કમિટી દ્વારા જીલ્લાના ગોધરા ખાતે વિશ્વકર્મા ચોક પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો.પાર્થિવરાજ સિંહ કઠવાડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમને ઉપસ્થિત રહેલા પત્રકારોને સંબોધન કર્યું હતુ જેમાં સરકારની શિક્ષણ નીતીઓને લઈને આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. પચમહાલ જીલ્લામાં આવેલી શ્રી ગોવિંદગુરુ યુનિમા ચાલતા પીજીના અભ્યાસ ક્રમને લઈને સવાલો ઉઠાવ્યા હતા. આ પત્રકાર પરિષદમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર તેમજ પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટી,યુથ કોંગ્રેસ પ્રમુખ મિખાઈલ જોસેફ, અને એનએસયુઆઈ પ્રમુખ યશરાજસિંહ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!