27.3 C
Gujarat
Friday, August 21, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસા-શામળાજી હાઈવે હજુ ઠીક નથી થયો, ત્યારે મોડાસા-ટીંટોઈ 66 કે.વી....

અરવલ્લી: મોડાસા-શામળાજી હાઈવે હજુ ઠીક નથી થયો, ત્યારે મોડાસા-ટીંટોઈ 66 કે.વી. વીજ લાઇનથી જીવલેણ જોખમી

0
131

અરવલ્લી જિલ્લામાં રોડ ની હાલત દયનિય છે ત્યારે હેવી વીજ લાઈન પણ વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી સાબિત થાય તો નવાઈ નહીં. છેલ્લા ઘણાં સમયથી અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે, પણ એજન્સીઓ વહીવટી તંત્રને ગાંઠતી ન હોય, તો જ રસ્તો સારો ન થાય.

તો બીજી બાજુ મોડાસા થી ટીંટોઈ સુધી આવેલી 66 કે.વી. વીજ લાઇન લગભગ 40 વર્ષ પહેલાં નાખવામાં આવી હતી. લાંબા સમયથી કોઈ મોટા ફેરફાર ન થતાં આજે આ લાઇન અનેક સ્થળોએ અત્યંત નીચી થઈ ગઈ છે. રસ્તાઓ ઊંચા થવાથી તથા ભારે વાહનો પસાર થતી વખતે ગંભીર અકસ્માત સર્જાવાનો ખતરો ઊભો થયો છે.

આ ગંભીર મુદ્દે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણ પટેલે કલેક્ટરને લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે, રસ્તા ક્રોસ કરતી વીજ લાઇનને તાત્કાલિક ઊંચી કરવામાં આવે. સમગ્ર લાઇનનું સર્વેક્ષણ કરીને જૂના વાયર, પોલ તથા સાધનોને બદલવામાં આવે. નવી ટેક્નોલોજી દ્વારા લાઇનનું આધુનિકીકરણ કરવામાં આવે. અરૂણ પટેલે જણાવ્યું કે આ સમસ્યા સીધી જ લોકોના જીવલેણ જોખમ સાથે સંકળાયેલી છે. વહીવટી તંત્ર તાત્કાલિક પગલાં લે નહિંતર કોઈ મોટી દુર્ઘટના અટકાવવી મુશ્કેલ બનશે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ જનહિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!