29.2 C
Gujarat
Friday, August 21, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લામાં કરાશે 8માં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી, જિલ્લા પંચાયત ખાતે DDO...

અરવલ્લી જિલ્લામાં કરાશે 8માં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી, જિલ્લા પંચાયત ખાતે DDO ની અધ્યક્ષતા માં બેઠક

0
112

17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજી પોષણ માહની ઉજવણી કરવામાં આવશે

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્ય સાથે અરવલ્લી જિલ્લામાં પણ ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર દરમિયાન “રાષ્ટ્રીય પોષણ માસ – ૨૦૨૫” ઉજવવામાં આવશે.

આ અભિયાનનો મુખ્ય હેતુ કુપોષણ અંગે જાગૃતિ લાવવો, ગર્ભવતી તથા સ્તનપાન કરાવતી માતાઓ, બાળકો, કિશોરીઓ અને કુપોષણગ્રસ્ત નાગરિકોમાં સંતુલિત આહાર તથા પોષણ અંગે માહિતી પહોંચાડવાનો છે.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય ૫ થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સ્થૂળતા બાબતે જાગૃતિ, પ્રાથમિક બાળ સંભાળ અને શિક્ષણ/ પઢાઈ ભી પોષણ ભી, શિશુ અને નાના બાળકોને ખોરાક આપવાની પદ્ધતિઓ, પુરુષોની સહભાગીતા વધારવી, વોકલ ફોર લોકલ ( સ્થાનિક ખાદ્યપદાર્થોને પ્રોત્સાહન) આધારિત વિવિધ કાર્યક્રમો યોજાશે.

જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગો, આંગણવાડી કાર્યકર્તાઓ, આશા કાર્યકર્તાઓ તથા સ્થાનિક સંસ્થાઓ આ અભિયાનમાં સહભાગી થશે. આ કાર્યક્રમના યોગ્ય આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયાના અધ્યક્ષસ્થાને અમલીકરણ અધિકારીઓ અને કર્મચારીઓની બેઠક મળી હતી. જેમાં કાર્યક્રમને વધુ સુસજ્જ બનાવવા માટે સૂચન અને ચર્ચા કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!