29.2 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડા નો હાથમતી બ્રિજ જર્જરિત, ભારે વાહનો માટે અવર-જવર બંધ...

અરવલ્લી : ભિલોડા નો હાથમતી બ્રિજ જર્જરિત, ભારે વાહનો માટે અવર-જવર બંધ થતાં, વૈકલ્પિક વ્યવસ્થા ની માંગ

0
105

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથકમાં વર્ષો જુનો હાથમતી નદીનો બ્રિજ જર્જરિત હોય, ભારે વાહનોની અવર-જવર પર સદંતર પ્રતિબંધ હોય રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા સંદર્ભે મામલતદાર કચેરીમાં મહેસુલ વિભાગ, નાયબ મામલતદાર, એલ્ડ્રીન સડાતને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભિલોડા, ઈડર, વિજયનગર, ચિઠોડા, શામળાજી વિસ્તારના પ્રજાજનો હેરાન થઈ રહેલ છે.દુધ, શાકભાજી, કરીયાણું, સ્કુલ બસ, એસ.ટી.બસ સહિત ભારે વાહન ચાલકો, જીવન જરૂરીયાત વાળા ભારે વાહનોની અવર-જવર સદંતર બંધ હોય નિર્દોષ પ્રજાજનો ત્રાહિમામ છે.શાળામાં જતા બાળકોને રોડ ઉપર ઉતારી દેવામાં આવે છે અને તેઓ ચાલીને હાથમતી પુલ ઉપર જઈ ને શાળામાં જતા હોય છે.ઉંમરલાયક વૃધ્ધ લોકો પણ ભિલોડા મુકામે કામકાજ અર્થે હોસ્પીટલમાં આવતા હોય તો તેઓને પણ હાથમતી નદીના બ્રિજ ઉપર થી ચાલી ને જવું પડે છે તેવી જ રીતે ખેડુતો બ્રિજ નો ઉપયોગ કરતા હોય તેઓને પણ હેરાન થવું પડે છે.વેપારીઓના ધંધા-રોજગાર પર વ્યાપક અસર થઈ રહેલ છે.ઈંટ, સિમેન્ટ, રેતી, કપચી સહિત બાંધકામને લગતા ભારે વાહનોની અવર-જવર બંધ થયેલ હોઈ જેના કારણે ભિલોડા તાલુકા મથકનો વિકાસ અટકી ગયેલ છે.પાર્સલ, ટ્રાન્સપોર્ટ સેવાઓ બંધ થયેલ છે.ધર-વખરીના માલ-સામાન ને લગતા ભારે વાહનો પણ આવતા બંધ થઈ ગયેલ છે.

અમદાવાદ, હિંમતનગર, વિજયનગર, શામળાજી થી આવતી અમુક એસ.ટી.બસો બંધ હોવાના કારણે મુસાફરો પરેશાન છે.હાથમતી બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર બંધ હોય, છેલ્લા ૨ માસથી ગ્રામજનો, ભિલોડામાં અવર-જવર કરતા ગામડાઓના હજ્જારો લોકો ત્રાહિમામ છે. વહીવટી તંત્ર ધ્વારા કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ નથી ? ભિલોડા મેઈન બજારમાં ટ્રાકીકની પણ સમસ્યાઓ વધી, આકસ્મિક બનાવો અવાર-નવાર બની રહ્યા છે.વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો જાગૃત ગ્રામજનો ધ્વારા આગામા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપશે, ભિલોડા બજાર સજ્જડ બંધનું એલાન આપવામાં આવશે, જયાં સુધી રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા નહી કરવામાં આવે ત્યાં સુધી બજાર ચાલુ કરવામાં નહીં આવે, અને જેના માટે જવાબદાર અમો રહીશું નહીં તેવી ગર્ભિત ચિમકી ઉચ્ચારી હતી.

અમોને દિન-૩ માં તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશો, તેવી અમો ભિલોડા ગ્રામજનોની બુલંદ બળવત્તર માંગણી છે.હાથમતી નદીના નવિન બ્રિજ બાબતે જે સરકાર ધ્વારા નિર્ણય લીધેલ છે તેનું કામ સત્વરે શરૂ થાય તેવી માંગણી છે.અમો એ ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ, આજુ-બાજુના  ગામડાઓના સરપંચો, રાજકીય હોદ્દેદારો, સરકારી કચેરીઓમાં વારંવાર રજુઆતો કરેલ છે પરંતુ કોઈ પણ નિર્ણય લેવામાં આવતો નથી ? ગ્રામજનો સહિત વાહન ચાલકો, વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!