શાળાઓમાં ટ્યુશનને લઇને અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ પર સવાલો
રજાના દિલસે કેટલી શાળાની મુલાકાત કરી?
બંધ શાળામાં શિક્ષકો મફત શિક્ષણ આપે છે કે, તેની સામે મહેનતાણું લે છે ?
સંમત્તિ પત્રો પર સહી કરાવી ટ્યુશન ફી તો નથી લેવાતી ને ?
અરવલ્લી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાએ કેટલીવાર રજાના દિવસે તપાસ કરી?
જો રજાના દિવસે કોઈ તપાસ ન કરી હોય, તો આવી બેદરકારી કેમ ?
જો તપાસ કરી હોય, તો, શાળામાં કોઈ મળ્યું નહીં હોય કે શું?
શિક્ષણ વિનિમયો 1974 ની કલમલ 32 ની અમલવારી થાય છે કે, પછી ઉલ્લંઘન ?
અંકિત ચૌહાણ/જય અમીન
રાજ્ય સરકાર શિક્ષકોને સારો એવો પગાર આપતી હોય છે, જોકે પગારની સાથે સાથે કોચિંગ ક્લાસ અને એક્સ્ટ્રા ક્લાસિસ ના નામે પૈસા કમાવવાનો ધંધો શરૂ કરી દેવાની છાશવારે બૂમો ઉઠવા પામતી હોય છે. અરવલ્લી જિલ્લામાં પણ આવી જ સ્થિતિ જોવા મળતી હોય છે. અહીં કેટલીક શાળાઓમાં બાળકો પાસે કોચિંગ ક્લાસ ની સંમત્તિ પર સહી કરાવી ટ્યુશનના ધંધા ચાલતી હોવાની બૂમો ઉઠવા પામી છે, જોકે અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ શું કરે છે, તે સવાલ છે.

મોડાસા શહેરમાં રવિવારના દિવસે એક બાળકને અચાનક કંઈક થતાં, 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બાળકને શું થયું, તે ખ્યાલ નહીં પણ, અહીંં તો કોચિંગ ક્લાસ અથવા તો એક્સ્ટ્રા ક્લાસ ચલાતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બાકી તો રવિવારના દિવસે શાળા માં બાળકો કેમ હતા, તેના પર સવાલો ઉઠી રહ્યા છે. વર્ષ 2005-06 માં અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગે કડકપણ વિવિધ શાળાઓમાં ચેકિંગ કરતું હતું, તે સમયે પણ કેટલીક શાળાઓમાં કોચિંગ ક્લાસના નામે સંમત્તિ પત્રકો પર સહી કરાવી લે અને ટ્યુશન ચાલતા હતા, જોકે અધિકારીના આંટાફેરા થાય, તો ટ્યુશન બંધ કરી દેવાતા હતા.
હવે, અરવલ્લી જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કોચિંગ અને એક્સ્ટ્રા ક્લાસના નામે ટ્યુશન ચલાવી, ફી તો નથી ઉઘરાવવામાં આવતી ને ? આવું એટલા માટે કે, આવું ભૂતકાળમાં થઈ ચુક્યું છે, પણ હવે આ બધુ ભુલાઈ, જતાં ફરીથી આવા સવાલો ઉઠી રહ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વિનિમયો 1974 ની કલમ 32 એવું કહે છે કે, જણાવેલ છે કે, રજિસ્ટર થયેલી શાળાના ઉપરી અથવા બીજા ઉપરી મહેનતાણું લઈને અથવા લીધા વગર કોઈપણ પણ ખાનગી ટ્યુશન આપી શકશે નહીં, પરંતુ આવા ઉપરી પ્રસંગોપાત શાળાના સમય પછી શાળાના વિદ્યાર્થીઓને કંઈપણ મહેનતાણું લીધા વગર માર્ગદર્શન આપી શકશે. આ કલમની અમલવારી અરવલ્લી જિલ્લામાં થાય છે કે, નહીં, તે પણ એક યક્ષ પ્રશ્ન છે. રજાના દિવસે શિક્ષણ વિભાગના કયા અધિકારીએ રજાના દિવસે શાળામાં તપાસ કરી ?






