34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી: મોડાસામાં ટેક્ષી પાર્સિંગ ઇનોવા સહિતની લક્ઝયુરિયસ કારના કાફલાએ કુતૂહલ સર્જયું

અરવલ્લી: મોડાસામાં ટેક્ષી પાર્સિંગ ઇનોવા સહિતની લક્ઝયુરિયસ કારના કાફલાએ કુતૂહલ સર્જયું

0
79

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં પરોઢિયે પાંચ વાગ્યાના સુમારે એક સાથે ટેક્ષી પાસિંગની ઇનોવા સહિતની લક્ઝયુરિયસ કારના કાફલો પોલીસ પ્રોટેક્શન સાથે ધસી આવતા નવરાત્રીમાંથી પરત ફરી રહેલા ખેલૈયાઓ અને વોકિંગ કરવા નીકળેલા શહેરીજનો ભારે આશ્ચર્ય સર્જાયું હતું. લોકો હજુ તો કઈ સમજે તે પહેલા ઇન્કમ ટેક્સના દરોડા હોવાની વાત શહેર સહીત અરવલ્લી જીલ્લામાં પ્રસરી જતા પૈસાદાર લોબીમાં ફફડાટ ફેલાયો હતો.

મોડાસા શહેરમાં વહેલી સવારે ઇનોવા કાર સહીત લક્ઝયુરિયસ કારમાં પહોંચેલા અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો શહેરના નામાંકિત બિલ્ડર્સ, મોબાઈલના વેપારી, તબીબો સહિત તેમના ધંધા રોજગારના સ્થળો અને તેમના રહેણાંક સ્થળો પર ત્રાટક્યા હતા.

ઇન્કમ ટેક્સ અધિકારીઓએ વહેલી સવારે બિલ્ડર્સ,વેપારીઓ અને તબીબો અને તેમના પરિવારજનો ઊંઘતા હતા અને પોલીસકાફલા સાથે પહોંચી દરવાજો ખટખટાવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તમામના મોબાઇલ ઉંચકી લઇ સ્વીચ ઓફ કરાવી દીધા પછી ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તબીબોની હોસ્પિટલમાં પહોંચી સ્ટાફના મોબાઈલ સ્વીચ ઓફ કરાવી સર્ચ ઓપરેશન હાથધરતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ દર્દીઓમાં ગભરાટ ફેલાયો હતો

મોડાસા શહેરમાં સતત દોડતી ઇનોવા કાર સહીત લક્ઝયુરિયસ કારોના કાફલાથી લોકોમાં ભારે અચરજ ફેલાયું હતું. એક સાથે 70 જેટલી ગાડીઓ શહેરમાં આંખો દિવસ દોડાદોડ કરતી જોવા મળી હતી ઇન્કમ ટેક્સની રેડમાં પગલે કરચોરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો બપોર સુધી ઇન્કમ ટેક્સના અધિકારીઓએ બિલ્ડર્સ,વેપારીઓ અને તબીબોની પૂછપરછ યથાવત રાખી મોડાસા સર્કિટ હાઉસમાં લઇ જઈ સઘન પૂછપરછ હાથધરી હતી ઇનકમ ટેક્સ વિભાગના સર્ચ ઓપરેશન અંગે અધિકારીઓ મગનું નામ મરી ન પાડતા અનેક તર્ક વિતર્ક સર્જાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!