શહેરા,પંચમહાલ
પંચમહાલ જીલ્લામાં પાછલા દિવસોમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડુતોને ડાંગર સહિત અન્ય પાકોને નુકશાન ગયુ છે. ખાસ કરીને ડાંગરના પાકને નુકશાન થવાની સાથે સાથે ઘાસચારો પણ પલળી ગયો છે. જેના કારણે ખેડુતોપશુઓના ઘાસચારાની લઈને ભારે ચિંતામાં હતા.પંચમહાલ જીલ્લાની પંચામૃત ડેરી દ્વારા પંચામૃત દાણના પ્રતિ કિલોએ એક રુપિયો ઘટાડવાની જાહેરાત પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા કરવામા આવી હતી.શહેરા તાલુકાના મોરવા રેણા ગામે ખેડુતો સાથેની મિંટીગમા આ જાહેરાત કરવામા આવી હતી.
પંચમહાલ જીલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડુતોના પાક તેમજ પશુઓ માટેના ઘાસચારાને પણ નુકશાન પહોચ્યું હતું. તેના કારણે ખેડુતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. શહેરા તાલુકામા પણ ડાંગર સહિતના પાકોને કમોસમી વરસાદથી ભારે નુકશાન પહોચ્યુ હતુ. શહેરા વિધાનસભાના ધારાસભ્ય અને પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા આજે રેણા મોરવા વિસ્તારમાં ખેડુતોને મળીને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. ખેડુતો દ્વારા પણ પાકનુકશાન સહિતની રજુઆતો કરી હતી. મોરવા રેણા ખાતે ખેડુતો સાથેની એક બેઠકમાં ચેરમેન જેઠાભાઈ ભરવાડ પણ હાજર રહીને ખેડુતો સાથે જરુરી ચર્ચા વિચારણા કરવામા આવી હતી, ખેડુતો દ્વારા પશુઓ માટે ઘાસચારાની અછત હોવાનુ ખેડુતો દ્વારા જણાવામા આવ્યુ હતુ.ખેડુતોની રજુઆતને ધ્યાનમા રાખીને પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા પંચામૃત દાણ પર પ્રતિ કિલોએ એક રૂપિયાના ભાવ ઘટાડો કરવાની જાહેરાત મિટીંગમા જ કરવામા આવી હતી. ખેડુતો દ્વારા તેમનો આભાર માનવામા આવ્યો હતો.






