રામદેવરા દર્શનાર્થે ગયા હતા બંને જીલ્લાના શ્રદ્ધાળુઓ,બંને જીલ્લામાં શોકનો માહોલ
રાજસ્થાનના જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર રવિવારે વહેલી સવારે એક અત્યંત ભીષણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. રામદેવરા દર્શન કરવા જઈ રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓથી ભરેલો એક ટેમ્પો અનાજ ભરેલા ટ્રેલર સાથે અથડાતા 6 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
રવિવારે સવારે લગભગ 5 વાગ્યે ખારી બેરી ગામ પાસે બની હતી. ગુજરાતના બનાસકાંઠા અને ધનસુરા જિલ્લાના આશરે 20 શ્રદ્ધાળુઓ એક ટેમ્પોમાં સવાર થઈને જોધપુર થઈને રામદેવરા જઈ રહ્યા હતા. આ દરમિયાન, તેમનો ટેમ્પો અનાજની બોરીઓથી ભરેલા એક ટ્રેલર સાથે ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
જોધપુર નજીક થયેલા અકસ્માતમાં અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના પાંચ શ્રદ્ધાળુઓનું કરુણ મોત નીપજ્યું હતું આ અકસ્માતમાં ધનસુરા તાલુકાના રુઘનાથપુરા ગામના ત્રણ કમનસીબ લોકોનું મોત નીપજ્યું હતું






