28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસ ટ્રકમાંથી 37.87 લાખના દારૂ સાથે ટ્રક ડ્રાઇવરને દબોચ્યો,અમદાવાદ...

અરવલ્લી : શામળાજી પોલીસ ટ્રકમાંથી 37.87 લાખના દારૂ સાથે ટ્રક ડ્રાઇવરને દબોચ્યો,અમદાવાદ આપવાનો હતો દારૂ

0
52

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર પ્રોહિબિશનની સખત અમલવારી માટે સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે બુટલેગરોમાં સિલ્કરૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવેની રતનપુર ચેકપોસ્ટ પર રાઉન્ડ ધી ક્લોક વાહનોનું સઘન ચેકિંગ હાથધરી બુટલેગરોના વિદેશી દારૂ ઘુસાડવાના મનસૂબા પર પાણી ફેરવી રહી છે ટ્રક કન્ટેનરમાંથી વિદેશી દારૂ સહિત 47.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

શામળાજી PI એસ.એસ.માલ અને તેમની ટીમે બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતા ટ્રક કન્ટેનરને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ,ક્વાટરિયા અને બિયર ટીનની પેટી 266ની અંદર રહેલી બોટલ નંગ-9012 કિં.રૂ.3787200/-નો જથ્થો જપ્ત કરી ટ્રક-કન્ટેનર ચાલક સ્વરૂપારામ અમેદારામ જાટ (રહે,રેવાલી,બાડમેર-રાજસ્થાન)ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ, મોબાઈલ અને ટ્રક મળી કુલ રૂ. 47.92 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંકળાયેલ અજાણ્યા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ટ્રક ડ્રાઇવર સ્વરૂપારામ જાટે ટ્રકમાં ભરેલ વિદેશી દારૂ અમદાવાદ પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું પોલીસની બુટલેગરો સામેની કડક કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!