38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : બુટલેગરો માટે લાલ જાજમ પાથરવા વહીવટદારો અધીરા બન્યા,નવા વર્ષથી દારુની...

અરવલ્લી : બુટલેગરો માટે લાલ જાજમ પાથરવા વહીવટદારો અધીરા બન્યા,નવા વર્ષથી દારુની લાઈન ચાલુ કરવા બેતાબ..!!

0
82
  • SP મનોહરસિંહ જાડેજાના આગમન પછી પ્રોહિબિશનની સખ્ત અમલવારી, કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી પર રોક લાગી
  • વહીવટદારો દારૂની લાઇન ચલાવવા ગાંધીનગર સુધી આંટાફેરા
  • વહીવટદારોએ શામળાજી પંથક થી ઉદેપુર સુધીની હોટલમાં બુટલેગરો સાથે બેઠકોનો દોર યથાવત
  • વહીવટદારોએ ગાંધીનગર સુધી ધામા નાખી ઉચ્ચ અધિકારીના આશીર્વાદ લેવા મથામણ
  • બુટલેગરો સાથે ભાઈબંધી નિભાવવામાં અનેક અધિકારીઓ અને કર્મીઓ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે
  • અરવલ્લી જીલ્લાનો વહીવટ લેવા અનેક દાવેદારો મેદાને,દારૂની લાઇનોનો અનેક વાર પર્દાફાશ થઈ ચૂક્યો છે

અરવલ્લી જીલ્લાની રાજસ્થાનને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો નાના-મોટા વાહનો મારફતે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવી રહ્યા છે તેમજ ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ અને નશાકારક વસ્તુઓની હેરાફેરી વધી રહી છે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે નંબર -48 પર આવેલ રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે સિલ્કરૂટ તરીકે જાણીતી છે બુટલેગરો અને વહીવટદારોએ પોલીસ ભવન પરિસર અને આજુબાજુ વિસ્તારમાં આંટાફેરા વધી ગયા હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે

અરવલ્લી જીલ્લામાં પર પ્રાંતથી બુટલેગરો શામળાજી રતનપુર ચેકપોસ્ટ, ઈસરી રેલ્લાવાડા ચેકપોસ્ટ,મેઘરજ ઉંડવા અને કાલીયા કુવા,ભિલોડા ની બોબીમાતા તેમજ અનેક રોડ માર્ગે મસમોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે છેલ્લા કેટલાક મહિનાથી એકલ દોકલ દારૂની લાઇન ચાલતી હોવાની ચર્ચા વચ્ચે વહીવટદારોએ નવા વર્ષથી દારૂની લાઇન ચલાવવા ગાંધીનગરથી લઈને સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મીઓ સાથે તાલમેલ ગોઠવી દીધો છે જૂના અને નવા વહીવટદારો એકબીજાનો હિસાબ સરભર કરવા અધીરા બન્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓ વહીવટદારની ભૂમિકા ભજવી રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે

રાજસ્થાન અને હરિયાણાના કુખ્યાત બુટલેગરો તેમના સાગરીતો સાથે રતનપુર ચેકપોસ્ટની આજુબાજુ ધામા નાખી વહીવટદારો સાથે ખાનગીમાં મિટિંગ ગોઠવી રહ્યા છે શામળાજી આશ્રમ ચોકડી થી સુનોખ નજીક આવેલી હોટલોમાં અને હોટલની બહાર ખાનગી કારમાં બુટલેગરો અને વહીવટદારો ચોકઠા ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે રાજસ્થાનથી લક્ઝુરિયસ કાર અને નંબર પ્લેટ વગરની કાર મારફતે મહિસાગર થી માલપુર સાઠંબા અને બાયડ આંબલીયારા થી દહેગામ સુધી વિદેશી દારૂની હેરાફેરી વધી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!