38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines મોડાસા માં ટ્રાફિકના નિરાકરણ માટે ટોઈંગ વાન કાર્યરત, સોલિડ વ્હાઈટ લાઈન બહાર...

મોડાસા માં ટ્રાફિકના નિરાકરણ માટે ટોઈંગ વાન કાર્યરત, સોલિડ વ્હાઈટ લાઈન બહાર વાહન પાર્ક કર્યું તો……

0
56

અરવલ્લીમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ટોઈંગ વાન કાર્યરત, મોડાસાથી જિલ્લા પોલીસ વડાએ લીલીઝંડી બતાવી
સોલિડ વ્હાઈટ લાઈન બહાર વાહન પાર્ક હશે તો આવા વાહનો થશેે ટો…
વાહનો યોગ્ય રીતે પાર્ક કરવા અરવલ્લી પોલિસ વડાની અપીલ
ટ્રાફિક સિગ્નલની જેમ ટોઈંગ વાન નું બાળ મરણ ન થાય, તેવી લોકોની અપેક્ષા
કોઈ મોનિટરિંગ ટીમ હોવી પણ જરૂરી છે, કારણ કે, ઘર્ણષ પણ થતા રહે છે

અરવલ્લી જિલ્લામાં વધતી ટ્રાફિક સમસ્યાને અંકુશમાં લેવા માટે જિલ્લા પોલીસ દ્વારા ટોઈંગ વાનની સેવા શરૂ કરવામાં આવી છે. મોડાસાના માલપુર રોડ પરથી અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ટોઈંગ વાનને લીલીઝંડી બતાવી તેની કામગીરીનો આરંભ કરાવ્યો હતો.

પોલીસ વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, ટોઈંગ વાન મોડાસાના તમામ વિસ્તારોમાં નિયમિત રીતે ફરશે. વાહનચાલકો તથા રાહદારીઓને અડચણરૂપ થાય તેવી રીતે ગેરરીતે પાર્ક કરાયેલા વાહનોને ટોઈંગ કરીને દૂર કરવામાં આવશે તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનશે તેમજ જાહેર માર્ગો પર સલામતી વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, કાયમી ધોરણે ટોઈંગ વાન ચાલું રહેશે. તેમણે ઉમેર્યું કે, પ્રોફેશનલ ટ્રેઈન માણસોની ટીમ સાથે આ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાને Mera Gujarat એ સવાલ કર્યો કે, શું આ કામગીરી કાયમી ધોરણ રહશે કે પછી બંધ થઈ જશે ? આ સાથે જ લોકો અને ટોઈંગ વાન સાથે થશા ઘર્ણણને લઇને કોઈ મોનિટરિંગ ટીમ બનાવવામાં આવી છે કે શું , જેના જવાબમાં પોલિસ વડા જનતાને અપીલ કરતા જણાવે છે કે, આ કામ લોકો માટે છે. ટ્રાફિકની વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય તેના માટે છે અને જિલ્લા ટ્રાફિક સહિતની ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.

રાજ્યમાં ટોઈંગ વાન સંચાલકો અને વાહન ચાલકો સાથે ઘણીવાર ઘર્ષણના બનાવો બનતા હોય છે, જેના સમાચારો મીડિયા મારફતે જોવા મળે છે. આ પહેલા પણ મોડાસા નગર પાલિકા વિસ્તારમાં ટોઈંગ વાન ચાલું હતી, જેમાં પણ ખોટી રીતે વાહ ટોઈંગ કરવાની કામગીરી થતી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા અને શ્યામ સુંદર કોમ્પ્લેક્ષ નજીક હોબાળો પણ થયો હતો. સમય જતાં ટોઈંગ વાન બંધ કરી દેવાઈ હતી. હવે આ ટોઈંગ વાન કેટલી સફળ થાય છે, તે સમય બતાવશે. કારણ કે, પહેલા મોડાસા નગર પાલિકા દ્વારા ચાર રસ્તા ખાતે સિગ્નલ લગાવ્યા હતા, જે સુચારૂ રૂપે કાર્યરત છે, જે પ્રજા જોવે છે અને તેનો ભરપુર લાભ પણ લે છે, તેમાં કોઈ વ્યંગ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!