અરવલ્લી : મોડાસામાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, 2.65 લાખના ડુપ્લીકેટ શૂઝ પોલીસે જપ્ત કર્યા

0
99

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નાઈક શૂઝ કંપનીના કર્મચારીએ બે દુકાનદારો સામે ગુન્હો નોંધાવ્યો
બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શૂઝ પધરાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો

ગુજરાતમાં એક પછી એક નકલીની ભરમાર જોવા મળી રહી છે. નકલી ઘી, નકલી તેલ, નકલી મસાલા, નકલી પોલીસ પછી હવે નકલી શૂઝનું પણ વેચાણ થઇ રહ્યુ હોય તેવુ સામે આવી રહ્યુ છે.અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં બુટ ચપ્પલના શો રૂમમાં બ્રાન્ડેડ કંપનીના શૂઝના નામે ડુપ્લીકેટ શૂઝ વેચાણની ખેલ ચાલતો હોવાનો કંપનીના કર્મચારીઓને જાણ થતા એસઓજી પોલીસને જાણ કરતા મોડાસા શહેરના ત્રણ શો રૂમમાં રેડ કરી બે શોરૂમમાંથી નાઇકી કંપનીના 2.65 લાખના ડુપ્લીકેટ શૂઝ જપ્ત કરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં કંપનીના કર્મચારીની ફરિયાદના આધારે બે વેપારીઓ સામે ગુન્હો નોંધ્યો હતો

મોડાસા શહેરના ચાર રસ્તા પોલીસ ચોકીની પાછળ આવેલ બે બુટ ચપ્પલના ભવ્ય શો રૂમમાં બ્રાન્ડેડ કંપનીના નામે ફર્સ્ટ કોપી શૂઝ વેચાણ થતું હોવાનું કંપનીના દિલ્હી સ્થિત ઓફિસ જાણ થતા કંપનીના કર્મચારીઓએ ગુપ્ત રાહે તપાસ હાથધરી હતી જેમાં મી.શૂઝ શોરૂમ અને હજીરામાં આવેલ બૂલેટ શૉ રૂમ દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શૂઝ અને ચપ્પલ વેચાણ થતું હોવાની જાણ થતા કંપનીના કર્મચારીએ જીલ્લા એસઓજી પોલીસને જાણ કરી સંયુક્ત રીતે રેડ કરી હતી

અરવલ્લી જીલ્લા એસઓજીની ટીમે મોડાસા ચાર રસ્તા નજીક આવેલ મી.શૂઝ બુટ ચપ્પલના શો રૂમમાંથી રેડ કરી 1.70 લાખના નાઇકી કંપનીના ડુપ્લીકેટ શૂઝ અને ચપ્પલનો જથ્થો જપ્ત કરી દુકાન માલિક પ્રદીપ કેશાભાઈ થોરીની અટકાયત કરી હતી અન્ય એક હજીરા વિસ્તારમાં આવેલ શાંતમ-11 બૂલે નામની શૂઝ દુકાનમાં ત્રાટકી 95 હજારના નાઇકી કંપનીના ડુપ્લિકેટ શૂઝ અને ચપ્પલ જપ્ત કરી દુકાન માલિક ઉપેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડની અટકાયત કરી હતી

મોડાસા ટાઉન પોલીસે નાઇકી કંપનીના કર્મચારી પ્રવિણકુમાર ઓમપ્રકાશ રાજપુત (રહે,દિલ્હી)ની ફરિયાદના આધારે પ્રદીપ કેશાભાઇ થોરી (રહે,સર્વોદય નગર-મોડાસા) અને ઉપેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડ (રહે,મહાદેવગ્રામ) સામે ધી કોપીરાઈટ એક્ટ 1957ની કલમ 51,63,64 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here