34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ક્રાઇમ અરવલ્લી જિલ્લામાં ઊંટવૈદ નો રાફડો : શામળાજી નજીક ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતો...

અરવલ્લી જિલ્લામાં ઊંટવૈદ નો રાફડો : શામળાજી નજીક ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતો ઊંટવૈદ SOG ના હાથે લાગ્યો

0

અરવલ્લી જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરનો રાફડો જોવા મળે છે અને લોકોના આરોગ્ય સાથે છેડા કરે છે. છાશવારે આવા બૉગસ ડોક્ટર પોલીસના હાથે ઝડપતા હોય છે,જોકે આ કામગીરી રોજિંદી કરવામાં આવે તો, આના ઉપર અંકુશ લાગી શકે એમ છે. પણ સમયાંતરે થકી કામગીરી આવા નકલી તબીબો માટે આશીર્વાદ થતી હોય છે. આ વચ્ચે સમયાંતરે થયેલી કામગીરીમાં અરવલ્લી ઓફિસર ગ્રુપના હાથે નકલી ડોક્ટર ઝડપાઈ ગયો

અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. પોલીસે સામાન્ય લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે શામળાજી મંદિર તરફ જતાં માર્ગ પર આવેલી મોઢ પટેલ કોમ્પ્લેક્સની ભાડાની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી અતુલકુમાર સેવંતીલાલ વહોરા (ઉં.વ. 66), રહે. જૈન ફળી, ટીંટોઈ, તા. મોડાસા, જિ. અરવલ્લી કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વિના માત્ર અનુભવના આધારે દર્દીઓની તપાસ કરી એલોપેથી દવાઓ દ્વારા સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું. પોતે ડોક્ટર ન હોવા છતાં ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે બેદરકારીપૂર્વક ચેડાં કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે સ્થળ પરથી એલોપેથી દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. 2,454.09નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે શામળાજી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 તેમજ ગુજરાત રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ, 1963ની કલમ-30 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!