અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શામળાજી-મોડાસા રોડ પર CNG ગેસ સ્ટેશન નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ વાહન ચેકિંગ દરમિયાન મારૂતી સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટની બિયરની 237 ટીન જપ્ત કરી છે.પોલીસને મળેલી બાતમીના આધારે નાકાબંધી ગોઠવી GJ-18-BS-0460 નંબરની સ્વીફ્ટ કારને રોકી તપાસ કરતા કારમાંથી બિયરની 9 પેટીઓ સહિત કુલ 237 ટીન મળી આવી હતી. પોલીસે ₹ 52,140ની બિયર, ₹ 10,000ના બે મોબાઇલ ફોન અને ₹ 5 લાખની કાર સહિત કુલ ₹ 5,62,140નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ કેસમાં સંજયભાઈ વિક્કીભાઈ માળી (ઉ.વ. 19), રહે. ચકલાસી ભાગોર, નડિયાદ, જિલ્લા ખેડા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે તૈલયા ગામ નજીકથી એક અજાણ્યો શખ્સ ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આ સમગ્ર કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ, LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એચ. ઝાલાની અધ્યક્ષતામાં PSI વી. જે. તોમર, PSI વી. ડી. વાઘેલા તથા LCB ટીમે હાથ ધરી હતી.






