29.5 C
Gujarat
Saturday, August 15, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસામાં નેતાઓની દેશભક્તિનુ દોગલાપણના ભેદભાવ ભર્યા બે દ્રશ્યો ચાર રસ્તા...

અરવલ્લી : મોડાસામાં નેતાઓની દેશભક્તિનુ દોગલાપણના ભેદભાવ ભર્યા બે દ્રશ્યો ચાર રસ્તા પર જોવા મળ્યા

0
131

દેશના વીરોને યાદ કરવાથી જનતામાં દેશપ્રેમની ભાવના જાગે છે જેનો રાજકીય લાભ નેતાઓ લેતા હોય છે.ચૂંટણી દરમિયાન
રાજકારણીઓ દ્વારા દેશના શહીદો,સ્વાતંત્ર્ય સેનાનીઓ અને લડવૈયાઓ અને ઘડવૈયાઓને યાદ કરી મતદારોને રીઝવતા રહે છે ચૂંટણી પૂર્ણ થયા પછી દેશના સપૂતો કોરાણે મૂકી દેતા નેતાઓ લાજ-શરમ પણ અનુભવતા નથી ત્યારે હવે દેશના મહાપુરુષોમા પણ નેતાઓની ભેદભાવ ગીરી દેખાય રહી છે

મોડાસા શહેરમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ચાર રસ્તા પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને ત્રિરંગા મંડપનું ડેકોરેશન કરી સ્વચ્છ કરી ફુલહાર પહેરવામાં આવ્યા હતા બીજીબાજુ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા થી ફક્ત ૫૦ ફૂટ દૂર મોડાસા ટાઉન હોલની બાજુમાં આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા પર રહેલ ધૂળ અને પક્ષીઓની ચરક પણ સ્વચ્છ કરવાનું મોડાસા નગરપાલિકા તંત્રએ અને નેતાઓએ મુનાસિબ માન્યું ન હતું સ્વામી વિવેકાનંદે સન ૧૮૯૩મા શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરી અમેરિકાના ભાઈઓ તથા બહેનો સંબોધન સાથે પ્રવચન કરનાર મહાપુરુષ સાથે ભેદભાવ ભરી નીતિથી નેતાઓ દેશભક્તિ પર અનેક સવાલ ઉભા થયા છે

નેતાઓ જ્યારે ભાષણોમાં દેશભક્તિની મોટી મોટી વાતો કરી મહાપુરોષોના યોગદાનને યાદ કરી મત મેળવી લીધા પછી ભ્રષ્ટાચારમાં રચ્યાપચ્યા રહેતા હોય છે મોડાસા નગરપાલિકા તંત્ર પણ મહાપુરુષોની પ્રતિમાની સ્વચ્છતા જાળવવા ભેદભાવ દાખવી રહી હોવાનું આંખે ઉડીને વળગે છે લાખ્ખો રૂપિયાના ખર્ચે સ્થાપિત કરવામાં આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા આગળ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું કેબિન અને આજુબાજુમાં સરકારી જાહેરાત અને અન્ય જાહેરાતમાં બોર્ડ મારી દઈ ઢાંકી દેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનું શહેરીજનો અહેસાસ અનુભવી રહ્યા છે સ્વામી વિવેકાનંદની પ્રતિમાની યોગ્ય જાળવણી કરવામાં આવે અને લોકોને દેખાય તે જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!