28.2 C
Gujarat
Friday, August 14, 2026
Home ગુજરાત News from Gujarat પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ : અરવલ્લી-સાબરકાંઠા માં હર હર ભોલેના નાદથી ઠેર...

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ : અરવલ્લી-સાબરકાંઠા માં હર હર ભોલેના નાદથી ઠેર ઠેર શિવાલયો ગુંજી ઉઠ્યા

0
2

શિવાલયોમાં જઈને શ્રદ્ધાળુઓ દૂધ,જળ અને બીલીપત્રો ચઢાવી શિવ પૂજા કરી ધન્ય બન્યા

પ્રવિત્ર શ્રાવણ માસનો ગુરૂવારથી પ્રારંભ થતાં શિવભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં સોમવારથી શરુ થતા પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો અને શ્રધ્ધાલળુઓના ૐ નમઃ:શિવાયના નાદથી ઠેર ઠેર શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. અત્ર,તત્ર,સર્વત્ર ભક્તિમય માહોલ સર્જાયો હતો

પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થતા ગુરુવારે વહેલી સવારે વરસાદમાં પણ ઠેર ઠેર શિવાલયોમાં ભગવાન ભોળાનાથ,આસુતોષ,નીલકંઠની પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા.બંને જિલ્લા મંદિરો ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા આબાલ વૃદ્ધ સહુ કોઈ સવારથી જ શિવાલયે જઈને ભગવાન ભોળાનાથને જલ-દૂધ અને બીલીપત્રો ચઢાવી પૂજા અર્ચના કરી શિવજી ના દર્શન નો લ્હાવો લઈ ધ્યાન ધર્યું હતું

શિવભકતોમાં શ્રાવણ માસે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કેટલાક શિવાલયોમાં માસના અંતે લોકમેળાનું પણ આયોજન કરવાની તૈયારીઓ અત્યારથી જ આદરી દીધી હતી લોકો શિવભક્તિમાં લીન બની જાય છે.આખો મહિનો ઉપવાસ વ્રત રાખી શિવજીના ગુણગાન ગાતા ભક્તોને મહિનો ક્યાં નીકળી નીકળી જાય તેની ખબર પડતી નથી.કેટલાક શિવભકતો દર વર્ષે શિવાલયમાં એક લાખ બિલ્વપત્ર ચડાવીને શિવ પૂજા કર્યાની ધન્યતા અનુભવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!