32.8 C
Gujarat
Thursday, August 20, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ સંચાલિત ચિલ્ડ્રન હૉમ ફૉર ગર્લ્સ ખાતે ‘ટીમ...

અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ સંચાલિત ચિલ્ડ્રન હૉમ ફૉર ગર્લ્સ ખાતે ‘ટીમ ટીમ તારા’ કાર્યક્રમનો પ્રારંભ

0
292

મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ બાળ સુરક્ષા એકમ દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હૉમ ફૉર ગર્લ્સ ખાતે અપરાજીથા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ‘ટીમ ટીમ તારા’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, અધિક્ષકશ્રી, બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સહિત સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત અપરાજીથા ફાઉન્ડેશનના સ્ટેટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા બાળકોને પોતાના જીવનમાં લક્ષ્ય નક્કી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માટે બાળકોને શૈક્ષણિક વિડિયો પણ બતાવવામાં આવ્યો હતો.

‘ટીમ ટીમ તારા’ કાર્યક્રમ બાળકોમાં જીવન કૌશલ્ય વિકસાવવાના હેતુથી ચલાવવામાં આવે છે. કાર્યક્રમ અંતર્ગત બાળકોને અસરકારક રીતે વાતચીત કેવી રીતે કરવી, સમયનું આયોજન કેવી રીતે કરવું, જીવનમાં ધ્યેય કેવી રીતે નક્કી કરવું સહિત વિવિધ જીવન કૌશલ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.

બાળકોના જીવન કૌશલ્યોને વધુ સારા અને સુદૃઢ બનાવી તેમને સમાજના જવાબદાર અને સારા નાગરિક બનાવવામાં અપરાજીથા ફાઉન્ડેશન મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, ગુજરાતમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન 54 હજારથી વધુ શાળાઓમાં 78 લાખથી વધુ વિદ્યાર્થીઓએ જીવન કૌશલ્ય આધારિત વિડિયો નિહાળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!