બાયડ શહેરમાં આજે સ્વયંભુ દુકાનો બંધ રહી હતી 10,000 થી વધુ દુકાનો વેપારી દુકાનો એક દિવસ માટે બંધ રાખવામાં આવી હતી બાયડમાં સવારે 9:00 વાગ્યાના સુમારે દુકાનદારોએ ભેગા થઈને દુકાનો બંધ રાખી હતી આજે દશામાંનું છેલ્લો દિવસ હોય ભક્તો જાગરણના દિવસે બાયડ ના બજાર ખાતે અવનવી વાનગીઓ લેવા માટે બજારમાં આવતા હોય છે પરંતુ આજે બંધનું એલાનના કારણે ભક્તોમાં રોશ જોવા મળ્યો હતો આજે તમામ મીઠાઈની દુકાનો તેમજ ફૂલોની દુકાનો બંધ રહી હતી દશામાના જાગરણ ના દિવસે મીઠાઈ ને દુકાનો બંધ હોવાથી દશામાંને વ્રત કરતી મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો આજે છેલ્લો દિવસ હોવાના લીધે મહિલાઓ પોતાની મૂર્તિ આગળ અવનવી મીઠાઈઓ બનાવતી હોય છે તેમજ બજારો માટે મીઠાઈઓ લેવા માટે આવતી હોય છે પરંતુ આજના દિવસે બંધ હોવાના કારણે મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો
બાયડ મામલતદાર કચેરીના નવા મકાનના બાંધકામ માટે સ્થળ પસંદગીનો મુદ્દો હવે વિવાદનું કેન્દ્ર બન્યો છે. મામલતદાર કચેરીને બાયડથી આશરે ૪ કિમી દૂર વાત્રક ખાતે આવેલી સરકારી કોલેજ નજીક ખસેડવાની કાર્યવાહી સામે બાયડ નગરપાલિકા તથા ભાજપ સંગઠન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી હાલ જ્યાં મામલતદાર કચેરી કાર્યરત છે, તે જ સ્થળે નવી કચેરીનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
બાયડ શહેરમાં જો મામલતદાર કચેરી વાત્રક ખાતે ખસેડવામાં આવે તો લોકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવે બાયડ થી વાત્રક ખાતે સ્પેશ્યલ રીક્ષા કરવામાં આવે તો ઓછામાં ઓછું ભાડું ₹100 લેવામાં આવે જેથી પ્રજાને પોસાય તેમ નથી
હાલની જગ્યાએ જ કચેરી બનાવવાની ઉગ્ર માંગ
બાયડ નગરપાલિકા તથા ભાજપ સંગઠને મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે બાયડ નગરપલિકા વિસ્તારમાં હાલ જે સ્થળે મામલતદાર કચેરી કાર્યરત છે, ત્યાં જ નવા મકાનનું નિર્માણ કરવામાં આવે. નાગરિકોની સુવિધા અનેલાંબા સમયથી ચાલતી માંગને ધ્યાનમાં લઈને સ્થળાંતરનો નિર્ણય બદલવા રજૂઆત કરવામાં આવી છે.
૪ કિમી દૂર કચેરી ખસેડાય તો કોને ફાયદો? લોકોમાં સવાલ
મામલતદાર કચેરી બાયડથી દૂર વાત્રક ખાતે ખસેડવામાં આવે તો તાલુકાના અનેક ગામોમાંથી સરકારી કામકાજ માટે આવતા અરજદારોને વધારાનું અંતર કાપવું પડશે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને રોજિંદા સરકારી કામ માટે કચેરીમાં આવતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી શકે છે






