29 C
Gujarat
Saturday, August 22, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : પોલીસનો સપાટો ચાલુ વર્ષે પ્રોહિબિશનના 4278 ગુન્હા નોંધી 28.09 કરોડનો...

અરવલ્લી : પોલીસનો સપાટો ચાલુ વર્ષે પ્રોહિબિશનના 4278 ગુન્હા નોંધી 28.09 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

0
113

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સખ્ત સૂચનાને પગલે જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર સપાટો બોલાવ્યો છે ૧ જાન્યુઆરીથી ૨૧ ઓગસ્ટ દરમિયાન ૯૬ ગણનાપાત્ર પ્રોહિબિશનના ગુન્હા સહિત દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલો કરતા ૪૪૫૭ બુટલેગરોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે ભાવનગર લઠ્ઠાકાંડના પગલે પોલીસ સતર્ક બની છેલા ત્રણ દિવસમાં ૧૭૦ દેશી વિદેશી દારૂના ગુન્હા નોંધી ૨.૮૭ લાખનો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરી ૩૮ બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતર રાજ્ય સરહદો પરથી બુટલેગરો વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજસ્થાન,પંજાબ,હરિયાણા સહિત અન્ય રાજ્યો માંથી નાના મોટા વાહનો મારફતે ઠાલવવા મરણિયા બને છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સઘન પેટ્રોલીંગ અને સરહદો પર રાઉન્ડધી ક્લોક પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહ્યું છે

અરવલ્લી પોલીસે ચાલુ વર્ષે ૨૧ ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન દેશી વિદેશી દારૂના પ્રોહીબિશનના ૪૨૭૮ ગુન્હા નોંધી ૪૪૫૭ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ૨૮.૦૯ કરોડનો વિદેશી દારૂ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે ચાલુ મહિનામાં ૬ પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસ શોધી ૪૩૦ ગુન્હામાં ૧.૪૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ૪૦૭ બુટલેગરો સામે સખ્ત કાર્યવાહી હાથધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!