30.9 C
Gujarat
Monday, August 24, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : શામળાજી જીઇબીના કર્મચારીનુ વીજ સમારકામ દરમિયાન કરંટથી મોત નીપજતા હાહાકાર

અરવલ્લી : શામળાજી જીઇબીના કર્મચારીનુ વીજ સમારકામ દરમિયાન કરંટથી મોત નીપજતા હાહાકાર

0
18

અરવલ્લી જિલ્લાના જીઇબીના શામળાજી સબ ડિવિઝન વિસ્તારમાં વીજકર્મચારીનું કરંટ લાગતા મોત નીપજવાની કરૂણ ઘટના સામે આવી છે.મોડાસા જલદર્શન સોસાયટીમાં રહેતા અને મૂળ માલપુર હેલોદરના વતની 40 વર્ષીય સંજયભાઈ નટુભાઈ પટેલ, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા.

મળતી માહિતી મુજબ સંજયભાઈ અન્ય બે લાઇન સ્ટાફ સાથે મહેરૂ ગામના કટારા ફળિયામાં ખેતીવાડી ટ્રાન્સફોર્મર પર કેબલ બદલવાની કામગીરી કરી રહ્યા હતા. કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવતા બદલાયેલા કેબલમાં સ્પાર્ક જોવા મળ્યો હતો.
ત્યારબાદ DO લિંક કાઢીને લો-ટેન્શનમાં કેબલ મુક્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ટ્રાન્સફોર્મરથી અંદાજે બે થી ત્રણ થાંભલા દૂર આવેલી લાઇનમાં અચાનક વીજપ્રવાહ આવી જતા સંજયભાઈને જોરદાર વીજકરંટ લાગ્યો હતો અને તેઓ પોલ પરથી નીચે પટકાયા હતા.

ઘટના બાદ તેમને તાત્કાલિક શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે મોડાસા એઈમ્સ હોસ્પિટલમાં રિફર કરાયા હતા, જોકે હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ ઘટનાની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આક્ષેપ મુજબ મહેરૂ ગામના કટારા ધનજીભાઈ દ્વારા મોટર અને સાધનો ચલાવવા માટે ખેતીવાડી ફીડરની લાઇનમાંથી ગેરકાયદેસર આંકડો ભરીને પોતાના ઘર તરફની જ્યોતિગ્રામ લાઇન સાથે જોડાણ કરવામાં આવ્યું હતું.જેના કારણે બંને ફીડર ભેગા થઈ જતા જ્યોતિગ્રામનો વીજપ્રવાહ ખેતીવાડી લાઇન તરફ પરત ફર્યો હોવાની માહિતી સામે આવી છે. પરિણામે લાઇન ચાર્જ થતાં ફરજ બજાવી રહેલા સંજયભાઈને જીવલેણ વીજકરંટ લાગ્યો હોવાની પ્રાથમિક માહિતી છે.આ સમગ્ર મામલે UGVCL શામળાજી પેટા વિભાગીય કચેરી દ્વારા કટારા ધનજીભાઈ સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.વીજકર્મચારી સંજયભાઈ પટેલના આકસ્મિક મોતથી પરિવાર અને વીજ વિભાગના કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!