ગાંધીનગરથી તપાસ માટે આવેલી ટીમે બંધ બારણે બીએડ કોલેજના કર્મીઓની પૂછતાછ કરી તપાસ સમેટી પરત ફરી
અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારની એક બીએડ કોલેજ છેલ્લા કેટલાક મહિનાથી વિવાદના ઘેરામાં સપડાઈ છે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ અને પ્રોફેસરો શિક્ષણને લઈને સામસામે આવી ગયા હતા ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પ્રોફેસરોની ફરજ દરમિયાન બેદરકારી અને કોલેજમાં સમયસર હાજર રહેતા ન હોવા અંગે ગાંધીનગર રજૂઆત કરતા ભારે હોબાળો મચ્યો હતો અંતરિયાળ વિસ્તાર અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે ચેડા થતા હોવાનું બહાર આવતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે સ્થાનિક મંત્રીએ કોલેજની મુલાકાત લઈ પ્રિન્સિપાલ અને પ્રોફેસરના ક્લાસ લીધા હતા
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર વિવાદસ્પદ બીએડ કોલેજમમાં વધુ એક ફણગો ફૂટ્યો હોવાની ચર્ચા છાનેછુપને થઈ રહી છે બીએડ કોલેજના કેટલાક પ્રોફેસર અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીનીઓને શિક્ષણના પાઠ ભણાવવાના બદલે પ્રેમના પાઠ ભણાવવા મથામણ કરતા હોવાની બીએડ કોલેજ ની પૂર્વ તાલીમાર્થિનીઓએ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાને રજૂઆત કરી છે અને એક પેન ડ્રાઇવ પણ આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
વિદ્યાર્થિનીઓએ રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાને પુરાવા રૂપે આપેલ પેન ડ્રાઈવમાં કેટલાક પ્રોફેસરો દ્વારા અભ્યાસના બહાને વોટ્સએપ અને સોશિયલ મીડિયા અપેલિકેશન દ્વારા કરવામાં આવેલ દ્રિ અર્થી મેસેજ અને પરીક્ષામાં સારા માર્ક્સ આપવાની લોભામણી લાલચો આપતા મેસેજના સ્ક્રીન શોર્ટ્સ ના ફોટો હોવાનું કોલેજ કેમ્પસમાં જોર પકડ્યું છે કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલી પૂર્વ તાલીમાર્થીનીઓએ તેમનો અભ્યાસ ન બગડે એટલે કેટલાક પ્રોફેસરો દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી કરવામાં આવેલ મેસેજ સામે ચુપકીદી સેવી લેવા મજબૂર બની હતી કે શું…?? વિદ્યાર્થિનીઓએ ચાલુ અભ્યાસ દરમિયાન કેમ ઉચ્ચ લેવલે રજૂઆત કરી નહીં તે અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે





