27 C
Gujarat
Friday, September 4, 2026
Home ક્રાઇમ Crime હવે આને કોણ છોડાવશે: : રેતી ભરેલ ટ્રેક્ટર છોડવા પોલીસે એક હજારની...

હવે આને કોણ છોડાવશે: : રેતી ભરેલ ટ્રેક્ટર છોડવા પોલીસે એક હજારની લાંચ માંગતા એસીબીના છટકામાં સપડાયો

0

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલને લાંચ લેવા જતા નોકરી ગુમાવી
સાબરકાંઠાના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓ ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પર,ટ્રક-ટ્રેલર અને ટ્રેક્ટરના મહિને હપ્તા ઉઘરાવતા હોવાની બૂમ

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ એક હજારની લાંચ લેતો રંગેહાથ મહેસાણા એસીબીની ટીમે છટકું ગોઠવી દબોચી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો હતો સાબરકાંઠા જીલ્લામાં કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓએ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દીધો હોવાની બૂમો ઉઠી છે એક હજારની લાંચ લેવાની લાલચમાં હેડ કોન્સ્ટેબલે ખાખીને દાગ લગાવ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપ બાબુભાઈ બોદરે એક રેતી ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડી ટ્રેક્ટરને પોલીસ ચોપડેથી ગાયબ કરી ડિટેઇન ન કરવા હપ્તા પેટે ટ્રેક્ટર માલિક પાસે બે હજાર રૂપિયાની લાંચ માંગતા ટ્રેકટર માલિક સમસમી ઉઠ્યો હતો ભારે રકઝક પછી હેડ કોન્સ્ટેબલ એક હજાર રૂપિયા લઈ ટ્રેક્ટર છોડી મૂકવા રાજી થયો હતો લાંચિયા હેડ કોન્સ્ટેબલમાંથી સબક શીખવાડવા મહેસાણા એસીબીનો સંપર્ક કરતા એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું

મહેસાણા એસીબીએ લાંચિયા હેડ કોન્સ્ટેબલને રંગે હાથે ઝડપી પાડવા ટ્રેપ ગોઠવી હતી હિંમતનગર આરટીઓ સર્કલ નજીક ટ્રેકટર માલિક ટ્રેપ પ્રમાણે હેડ કોન્સ્ટેબલને લાંચની ૧ હજાર રૂપિયા રકમ લેવા માટે બોલાવતા એસીબી ટ્રેપથી અજાણ હેડ કોન્સ્ટેબલ હરખ પદુડો થઈ સ્થળ પર પહોંચી ગયો હતો આરટીઓ સર્કલ આજુબાજુ ગોઠવાઈ ગયેલી એસીબીની ટીમે લાંચિયા હેડ કોન્સ્ટેબલે ટ્રેક્ટર માલિક પાસે વાતચીત કરી એક હજાર રૂપિયા લાંચ લેતા એસીબીની ટીમ ત્રાટકી રંગે હાથે ઝડપી લેતા પોલીસકર્મીની આંખો પહોળી થઈ ગઈ હતી એસીબીએ દ્વારા લાંચની રૂ.1 હજારની રકમ પણ પાછી મેળવાઈ છે. આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી એસીબીની સફળ ટ્રેપથી લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!