પોતાનો કિંમતી મોબાઇલ ફોન ખોવાઈ જવો કે ચોરી થવો એ આજકાલ સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ જ્યારે એ જ ફોન પોલીસ શોધીને આદરપૂર્વક પરત કરે ત્યારે નાગરિકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ બમણો થઈ જાય છે.
અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB પોલીસે પ્રશંસનીય કામગીરી કરી બતાવી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ચોરી થયેલા અને ખોવાઈ ગયેલ મોબાઈલ ફોન તેના મૂળ મૂળ માલિકોને પરત કરવા માટે શરૂ કરાયેલા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ટેકનિકલ સ્ટાફ અને આઈ.ટી.એક્સપર્ટની મદદથી અરવલ્લી જીલ્લામાંથી ગુમ થયેલ એન્ડ્રોઈડ મોબાઈલ ૮૦ , ગુજરાત અને રાજસ્થાન,મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશમાંથી ચોરી થયેલ ૨૭ મોબાઈલ સહિત ૧૯.૦૮ લાખના ૧૦૭ સ્માર્ટ ફોન શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા
અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.એચ.ઝાલાના હસ્તે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ૧૦૭ મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવતા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા
એલસીબીપોલીસ ટીમ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજી અને ભારત સરકારના CEIR પોર્ટલ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી. પોલીસની ટીમે રાત-દિવસ મહેનત કરીને અલગ-અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ શોધી કાઢ્યા હતા





