34.4 C
Gujarat
Friday, September 11, 2026
Home HeadLines અરવલ્લી : સબલપુર પાસે કારે બાઇકને ટક્કર મારી કારમાં વિદેશી દારૂની બોટલો,...

અરવલ્લી : સબલપુર પાસે કારે બાઇકને ટક્કર મારી કારમાં વિદેશી દારૂની બોટલો, કાર ચાલક હોમગાર્ડ હોવાની ચર્ચા 

0

જીલ્લા પોલીસવડા સમગ્ર ઘટના અંગે યોગ્ય તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે તેવી લોક માંગ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની ખાખી જ દારૂ બંધીના ચીંથરા ઉડાડતી હોવાની ઘટનાઓ સતત બનતી રહે છે અરવલ્લી પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દારૂના નશામાં છાકટા બન્યા હોવાના અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે ત્યારે મોડાસાના સબલપુર ગામ નજીક પેટ્રોલ પંપ પાસે કારે બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જનાર કાર ચાલક હોમગાર્ડ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે કાર માંથી અને અકસ્માત સર્જનાર કાર ચાલક પાસેથી બે દારૂની બોટલ મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યા હતો કાર ચાલક દારૂના નશામાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

મોડાસા-હિંમતનગર હાઇવે પર સબલપુર ગામ નજીક એક પેટ્રોલપંપ નજીકથી પસાર થતા બાઈક ચાલકને કાર ચાલકે ધડાકાભેર ટક્કર મારી કાર ચાલકે કાર ઉભી રાખવાના બદલે બેફામ ગતિએ કાર હંકારતા ટ્રક સાથે કાર ભટકાતા કાર રોડ પર અટકી ગઈ હતી અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા હતા ખાખી પેન્ટ પહેરેલ કાર ચાલક નશામાં ધૂત હોય તેવું જણાતા લોકોએ કાર ચાલકના પેન્ટના ખિસ્સા ચેક કરતા ખિસ્સા અને કારમાંથી બે દારૂની બોટલો મળી આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા કાર ચાલક અને બોટલ કાર પર મૂકી વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

અકસ્માત સ્થળે હાજર લોકોએ કાર ચાલક હોમગાર્ડમાં ફરજ બજાવતો હોવાનો આક્ષેપ કર્યો હતો જો પોલીસ જ દારૂ પીધેલી હાલતમાં ફરજ બજાવતી હોય તો અન્ય વાહન ચાલકોનું તો વિચારવું જ રહ્યું હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ખાખી પેન્ટ પહેરેલ કાર ચાલક લોકોને તેના ખિસ્સા ચેક ન કરવા દેવા માટે ભારે ધમપછાડા કરતો જોવા મળ્યો હતો લોકોએ જીલ્લા પોલીસવડાને અકસ્માત સર્જનાર કાર ચાલક હોમગાર્ડ હોય તો તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરવી જોઈએ તેવી માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!