31.8 C
Gujarat
Saturday, September 12, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા સહિત જીલ્લામાં ભારે વરસાદી ઝાપટું પડતા રોડ રસ્તા પર...

અરવલ્લી : મોડાસા સહિત જીલ્લામાં ભારે વરસાદી ઝાપટું પડતા રોડ રસ્તા પર પાણી,ખેડૂતોના હૈયે હાશકારો 

0

અરવલ્લી જીલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું કોરુ ધાકોર રહ્યું છે ઉત્તર ગુજરાતમાં ચાલુ સિઝનનો અડધો પણ વરસાદ પડ્યો નથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે ત્યારે હવામાન વિભાગે આગામી ૧૫ સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જીલ્લા સહિત મોડાસા પંથકમાં વાદળોની જમાવટ બાદ વરસાદી ઝાપટું પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો આકાશે કાળા ડિબાંગ વાદળોની અવર જવરથી આગામી દિવસોમાં મેઘમહેર થવાની સંભાવનાને પગલે ખેડૂતોમાં આનંદ છવાયો છે

 

મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ચાલુ સીઝનનો ૪૦ થી ૪૫ ટકા જેટલો વરસાદ થતા ખેતીપાક પર સંકટ મંડરાયુ છે વરસાદને રીઝવવા પ્રજાજનો ધાર્મિક વિધિ કરી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અસહ્ય ગરમી અને બફારા ભર્યા વાતાવરણ વચ્ચે બપોરના સુમારે જીલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટું પડતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં આંશિક શીત લહેર પ્રસરી હતી વરસાદી ઝાપટાથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો ખેતરમાં મુરઝાતી ખેતીને નવજીવન મળ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!