26.5 C
Gujarat
Monday, September 14, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : SMCએ બાયડ નજીક xuv ગાડીમાંથી 10.58 લાખનો દારૂ ઝડપી પંડીતજીની...

અરવલ્લી : SMCએ બાયડ નજીક xuv ગાડીમાંથી 10.58 લાખનો દારૂ ઝડપી પંડીતજીની લાઈનનો પર્દાફાશ કર્યો

0
Screenshot

અમદાવાદનો બુટલેગર અભેસિંગજાડેજા અરવલ્લીના માર્ગે સમગ્ર રાજ્યમાં દારૂ ઠાલવતો હોવાની ચર્ચા

SMCએ બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ દિવસમાં બીજી રેડ કરતા જીલ્લા પોલીસની કામગીરી સામે સવાલ

બુટલેગરો ડ્રાઈવરને એક ટ્રીપના ચાર હજાર રૂપિયા આપતા હતા, અગાઉ બે ટ્રીપ દારૂ ભરેલ વાહન રાજ્યમાં ઠાલવ્યા

દારૂ ભરેલી ગાડી પાયલોટિંગ સાથે રતનપુર બોર્ડરથી પ્રવેશી શામળાજી,ટીંટોઈ,મોડાસા અને ધનસુરા પોલીસની હદમાંથી બિંદાસ્ત પસાર થઈ બાયડમાં પ્રવેશી,જીલ્લા પોલીસ ઉંઘતી રહી કે પછી અન્ય કોઈ કારણ…!!

અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતર રાજ્ય સરહદો પરથી બુટલેગરો વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવતા હોવાનું જગજાહેર છે સ્ટેટ મોનિટરિંગ સેલને દારૂની લાઈન ચાલતી હોવાની ભનક થતા જીલ્લામાં આંટાફેરા મારી સતત દારૂ ભરેલ વાહનો ઝડપી રહી છે એસએમસીએ બાયડના વાત્રક પાસેથી એક્સયુવી માંથી
10.58 લાખનો શરાબ જપ્ત કરી દારૂની લાઈનનો પર્દાફાશ કર્યો છે રતનપુર બોર્ડર નજીક ખજૂરી નામે ઓળખાતા ઠેકા વારો પંડીતજી અને અમદાવાદનો અભેસિંગ જાડેજા દારૂની લાઈન ચાલવતા હોવાનો પર્દાફાશ થતા જીલ્લા પોલીસતંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે

અરવલ્લી જીલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ધામા નાખી બાતમીદારોની મદદથી બુટલેગરોના દારૂ ઘુસાડવાના મનસૂબા પર પાણી ફેરવી રહી છે બાયડ પોલીસ સ્ટેશન હદમાં પાંચ દિવસમાં સતત બીજી રેડ કરી બાયડ પોલીસનું નાક વાઢી નાખ્યું છે એસએમસીએ બાયડ પંથકમાં પેટ્રોલીંગ હાથધરતા શામળાજી રતનપુર બોર્ડર નજીક આવેલ ખજુરીના ઠેકા વાળો પંડિતજી નામનો બુટલેગર અમદાવાદના અભેસિંગ જાડેજાના પાયલોટીંગ સાથે વિવિધ વાહનો મારફતે ગુજરાતમાં શરાબનો જથ્થો ઠાલવતો હોવાની અને એક્સયુવી ગાડીમાં દારૂ ભરી શામળાજી,ટીંટોઈ,મોડાસા ધનસુરા અને બાયડ થઈ નડિયાદ ચકલાસી તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી

એસએમસીની ટીમે વાત્રક નજીક નાકાબંધી કરી ધનસુરા તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથધર્યું હતું બાતમી મુજબ એક્સયુવી ગાડી આવતા એસએમસીએ ખાનગી ગાડીથી આડાશ ઊભી કરતા બુટલેગર ગાડી યુ ટર્ન મારી હંકારવા જતા પાછળથી ગાડી મારફતે બ્લોક કરતા ગાડી રોડ પર ઊભી રાખતા અનંત અશોક પટેલ (રહે,મોટી કોટડી-ગોધરા) નામનો ખેપિયો ડ્રાઇવર ઝડપાઈ ગયો હતો તેની સાથે રહેલ અન્ય શખ્સ અંધારામાં ફરાર થઈ ગયો હતો દારૂ ભરેલી ગાડીનું ઇનોવામાં પેટ્રોલિંગ કરનાર અમદાવાદનો અભેસિંગ જાડેજા અને તેના સાગરીતો ગાડી પકડાઈ જતા ફરાર થઈ ગયા હતા પોલીસે ગાડીની અંદર સંતાડેલ 10.58 લાખનો વિદેશી દારૂ,મોબાઈલ અને ગાડી મળી રૂ.20.69 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

એસએમસીના સમીર ઈકબાલ ખાન નામના પોલીસકર્મીએ બાયડ પોલીસ સ્ટેશનમાં ૧)અનંત અશોક પટેલ,૨)ગાડીમાં બેઠેલો અજાણ્યો શખ્સ,૩)અમદાવાદના અભેસિંગ જાડેજા, ૪)રાજસ્થાન ખજૂરીના ઠેકા વાળો પંડિતજી,૫)ખેડા ચકલાસી નો અજાણ્યો બુટલેગર સહિત દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અજાણ્યા શખ્શો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!