25.6 C
Gujarat
Wednesday, September 16, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે આરુષિ અને આરવ ભાઈ-બહેને બનાવી...

અરવલ્લી : મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે આરુષિ અને આરવ ભાઈ-બહેને બનાવી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ

0

મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે ગણેશોત્સવને લઈને અનોખી પહેલ જોવા મળી છે. ગામની આરુષિબેન કિરીટભાઈ અને તેમના નાના ભાઈ આરવે સાથે મળીને પર્યાવરણને અનુકૂળ એવી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ તૈયાર કરી છે. બંને ભાઈ-બહેને પોતાની સર્જનાત્મકતા અને મહેનતથી ગણેશજીની સુંદર મૂર્તિ બનાવી સમાજને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો છે. પરંપરાગત રીતે ગણેશજીની સ્થાપના અને પૂજા સાથે પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે.

આરુષિબેન અને આરવની આ પહેલને ગ્રામજનો દ્વારા પણ બિરદાવવામાં આવી રહી છે. ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને નુકસાન ન થાય અને તહેવાર સાથે પ્રકૃતિનું પણ જતન થાય તેવો સુંદર સંદેશ આ ભાઈ-બહેને આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!