34.7 C
Gujarat
Thursday, September 24, 2026
Home HeadLines એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શામળાજી-2ને પ્રથમ વખત ગુજરાત રાજય ઉત્તર ઝોન EMRS...

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શામળાજી-2ને પ્રથમ વખત ગુજરાત રાજય ઉત્તર ઝોન EMRS સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું યજમાનપદ મળ્યું

0

ગુજરાત રાજય ઉત્તર ઝોન EMRS સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026-27 નું આયોજન એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શામળાજી-2 (મોંધરી) ખાતે પ્રથમ વખત કર્યું હતું.ત્રિ- દિવસીય રમતોત્સવમાં ઉત્તર ઝોનની ૮ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના 247 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.રમતોત્સવનું ઉદ્ઘાટન ગુજરાત રાજય કક્ષાના મંત્રી, પી.સી.બરંડા દ્વારા કરવામાં આવ્યું હતું.

ચેમ્પિયનશિપ દરમિયાન કુલ. નવ રમત-ગમત સ્પર્ધાઓ, એથ્લેટિક્સ, યોગ, ટેબલ ટેનિસ, ચેસ, ફૂટબોલ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને બાસ્કેટ બોલનું આયોજન કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે તેમની પ્રતિભા અને ઉત્તમ રમત-ગમત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.EMRS અમીરગઢ એથલેટિક્સ (છોકરી), ચેસ અને યોગ માટે ટ્રોફી જીતી હતી.EMRS અંબાજી એથલેટિક્સ (છોકરા) માટે ટ્રોફી જીતી.EMRS શામળાજી-2 એ કબડ્ડી (છોકરી), ખો-ખો (છોકરાઓ) અને ટેબલ ટેનિસ માટે ટ્રોફી જીતી હતી.EMRS શામળાજી – 1 એ કબડ્ડી (છોકરા), વોલીબોલ (છોકરી) અને ફૂટબોલ (છોકરા) માટે ટ્રોફી જીતી.EMRS જગાણા વોલીબોલ (છોકરા), ખો – ખો (છોકરી) અને EMRS પોશીનાએ ફૂટબોલ (છોકરા) માટે ટ્રોફી જીતી.સ્પોર્ટ્સ મીટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ખેલદિલી, ટીમ વર્ક, શિસ્ત, આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરવાનો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!