અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર જીલ્લામાં ગુન્હા આચરી નાસતા ફરતા અને કોર્ટે સજા ફટકારતા સજાના ડરે કે પછી પોલીસ પકડથી બચવા ફરાર આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથધરી એક વોન્ટેડ બુટલેગર તેમજ કોર્ટે સજા ફટકારતા બે વર્ષથી વધુ સમયથી ફરાર ચેક બાઉન્સ કેસમાં ફરાર આરોપીને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
શામળાજી પીઆઈ એસ.એસ.માલ અને તેમની ટીમે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલીંગ હાથધરતા એક વર્ષ અગાઉ પ્રોહિબિશનના ગુન્હાનો ફરાર આરોપી કલ્પેશ બાબુ મીણા (રહે,મીઠી મહુડી,ખેરવાડા-રાજ) શામળપુર ગામ નજીક બ્રિજ પાસે ઉભો હોવાની બાતમી મળતા તાબડતોડ સ્થળ પર જઈ બુટલેગર કલ્પેશ મીણાને કોર્ડન કરી દબોચી લેતા છેલ્લા એક વર્ષથી પોલીસને હાથતાળી આપનાર બુટલેગર ફફડી ઉઠ્યો હતો
મોડાસા ટાઉન પીઆઇ રોહિત ચૌધરી અને તેમની ટીમ વોરંટ ની બજવણી કરી રહી હતી ત્યારે ચેક બાઉન્સ કેસમાં કોર્ટે સજા ફટકારતા છેલ્લા બે થી વધુ વર્ષથી ધરપકડના ડરે ફરાર
અબ્દુલ કાદર અબ્દુલમીયા શેખ (રહે,હુસેની મસ્જિદ પાછળ,કસ્બા) કોલેજ ચોકી પાછળ ટહેલતો હોવાની બાતમી મળતા પોલીસ સ્થળ પર પહોંચી અબ્દુલ કાદર શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે




