પૂરણ ગુર્જર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં એક વર્ષથી ફરાર હતો
પૂરણ ગુર્જર સામે રાજસ્થાનમાં ચોરી, અપહરણ,સરકારી કર્મીઓ પર હુમલો,એક્સટોરશન,બળાત્કાર, મારામારી, આર્મ્સ એક્ટ, રાયોટીંગ સહિતના ગુન્હા નોંધાયેલા છે
અરવલ્લી એલસીબીએ ઇસરી પોલીસ સ્ટેશન માં પ્રોહીબીશનના ગુન્હામાં ભિલોડા ભીમ પગલાના વોન્ટેડ બુટલેગર કુંદન શંકર તબીયાડને ટીંટોઈ બ્રિજ નજીકથી ઝડપી લીધો
અરવલ્લી જીલ્લા એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ વોન્ટેડ આરોપીઓને જેલ પાછળ ધકેલવા માટે સખ્ત કાર્યવાહી હાથધરી છે જીલ્લા એસલીબી ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હમાં છેલ્લા એક વર્ષથી ફરાર રાજસ્થાનના હિસ્ટ્રીશીટર પૂરણ લાડુરામ ગુર્જરને પંજાબના મોહાલીમાંથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો રાજસ્થાન પોલીસને નાકે દમ લાવનાર હિસ્ટ્રીશીટર પૂરણ ગુર્જર ઝડપાતા રાજસ્થાની પોલીસે હાશકારો અનુભવ્યો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ.એમ.ઝાલા અને તેમની ટીમે તેમજ પેરોલ ફર્લો ટીમ જીલ્લામાં ગુન્હા આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા રાજસ્થાન પંજાબ અને દિલ્હી સહિતના રાજ્યોમાં તપાસ હાથધરી બાતમીદારો સક્રિય કરતા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વર્ષ અગાઉ પીક અપ ડાલામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ કુખ્યાત હિસ્ટ્રીશીટર અને બુટલેગર પૂરણ લાડુરામ ગુર્જર (રહે,નાગા કા બાડીયા,ભીલવાડ-રાજસ્થાન) હાલ પંજાબના મોહાલીમાં હોવાની બાતમી મળતા એલસીબી અને પેરોલ ફર્લો ટીમે સંયુક્ત ઓપરેશન હાથધરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી





