પોલીસ પકડમાં આવેલા ત્રણે લબરમૂછીયા રોમિયોની ચાલ બદલાઈ, લુખ્ખાગીરી કરનાર ત્રણે ગરીબ ગાય બની ગયા
ટીંટોઈ હાઈસ્કૂલ રોડ પર ફુલસ્પીડે બાઈક હંકારતા રોડ રોમિયો સામે કાર્યવાહી ક્યારે..??*
અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર અસામાજીક તત્વો અને રોમિયોગીરી કરતા તત્ત્વો સામે કરતા લાલ આંખ કરી છે અનેક વાર રોડ રોમિયોગીરી કરનાર રોમિયોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે છતાં લબરમૂછીયા લુખ્ખાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા સોશ્યલ મીડિયા અને રિલ્સના રવાડે અનેક યુવકો મનમાં વાસનાનો કીડો સળવળી રહ્યો છે
મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિનીઓની ત્રણ લુખ્ખાઓએ જાહેરમાં છેડતી કરી હેરાન પરેશાન કરતા વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓ સમસમી ઉઠ્યા હતા હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થીઓની રોડ રોમિયોના રંજાડથી ડરનો માહોલ ઉભો થયો હતો આ અંગે ટીંટોઈ પોલીસને ફરિયાદ કરવામાં આવતા પોલીસે ત્રણે લુખ્ખાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
ટીંટોઈ પોલીસે બોલુન્દ્રા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીઓની છેડતી કરનાર રોડ રોમિયોને ઝડપી પાડવા ટેકનિક એનાલિસીસ અને બાતમીદારોની મદદથી જાલીયા ગામના ૧)આનંદ તખા તરાર,૨)સુમિત શૈલેષ તરાર,અને ૩)ભરત અરજણ તરારને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો પોલીસ સ્ટેશનમાં ત્રણેને ચાલ બદલી ગઈ હતી સ્કૂલ બહાર અને રોડ પરથી પસાર થતી વિદ્યાર્થિનીઓ સામે ગંદા ઈશારા કરી અપશબ્દો બોલનારા ત્રણે લુખ્ખાઓ સામે ટીંટોઈ પોલીસે પોક્સો સહિત અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.





